Vadodara
સાવલી પંથકમાં MGVCL ની વીજચોરો ઉપર રેડ

સાવલી પંથકમાં MGVCL એ સપાટો બોલાવી સાવલી તાલુકાના ગોઠડા, ટૂંડાવ, લસુંદ્રા, મંજુસર સહિત ના ગામો માં વીજવપરાશ માં ગેરરીતી ના વીજકનેક્શનો ની તપાસ હાથ ધરી રૂપિયા પાંચ લાખ ઉપર નો દંડ ફટકારાયો હતો.
વડોદરા MGVCL 30 ઉપરાંત વાહનો માં અલગઅલગ ટીમો બનાવી વીજ ચેકિંગ ની કાર્યવાહી હાથ ધરી હતી જેને લઈ વીજ ચોરો માં ફફડાટ વ્યાપી ગયો હતો વીજ કનેક્શન માં વીજ મીટર નું સીલ બ્રેક, વીજ મીટર સાથે ચેડાં, મીટર નહિ હોવાં છતા લંગર નાખી વીજ ચોરી સહિત ના 25 ઉપરાંત કેસ ઝડપી પાંચ લાખ ઉપરાંત નો દંડ ફટકારાયો હતો.