Chhota Udepur

ગરીબ અને મધ્યમ વર્ગ માટે આશિર્વાદરૂપ પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ પરિયોજના

Published

on

પ્રતિનિધિ, કાજર બારીયા

ઘડિયાળના કાંટા સાથે હરિફાઇ કરતી આ ભાગદોડભરી જીંદગીમાં આપણે સહુ જાણતા અજાણતા કયારે ડાયાબીટીસ, હાઇપરટેન્શન અને બી.પી જેવા રોગોનો ભોગ બની જઇએ છીએ એની ખબર જ પડતી નથી. જયારે ખબર પડે છે ત્યારે આજીવન દવા લેવા સિવાય કોઇ બીજો કોઇ વિકલ્પ રહેતો નથી. દવાઓના ખર્ચ પરવડ એમ ન હોય તો માણસ નાસીપાસ થઇ જતો હોય છે. મારે અહીં આપ સૌને પ્રધાનમંત્રી ભારતીય જન આરોગ્ય પરિયોજના અંગે વાત કરવી છે પણ પહેલા છોટાઉદેપુર જિલ્લાના છોટાઉદેપુર ખાતે રહેતા અસમાબેનની વાત આપણે એમના જ મોઢે સાંભળીએ અસમાબેન જન ઔષધિ કેન્દ્રમાં મળતી દવાઓ અંગે શું કહે છે એ જાણી હું મારા ફેમિલી મેમ્બરો માટે સામાન્ય મેડિકલ સ્ટોરમાંથી ડાયાબીટીસ અને બી.પીની દવા ખરીદતી હતી ત્યારે મહિનાના ચાર હજાર રૂપિયા આપવા પડતા હતા. પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્રમાંથી એ જ દવા મહિને હજારથી બારસો રૂપિયામાં આવી જાય છે.

Advertisement

વાત માત્ર અસમાબેન પુરતી સિમિત નથી દેશમાં કરોડો ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો છે જે અસમાબેનની જેમ જેનરિક દવાઓ પોષણક્ષમ ભાવે ખરીદી આઉટ ઓફ પોકેટ ખર્ચ ઘટાડી રહ્યા છે.
તા. ૦૭મી, માર્ચે જન ઔષધિ દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી હતી. આમજનતામાં જેનરિક દવાઓ અંગે જાગૃતિ આવે એ માટે જન ઔષધિ દિવસની ઉજવણી કરવામાં આવે છે.
લોકોને પોષણક્ષમ ભાવે ગુણવત્તાયુકત દવાઓ ઉપલબ્ધ થાય એવા શુભ આશયથી સપ્ટેમ્બર-૨૦૧૫માં જન ઔષધિ યોજનાને પ્રધાનમંત્રી જન ઔષધિ યોજના તરીકે સુધારવામાં આવી હતી. યોજનાને વધુ વેગ આપવા માટે તેનું નામ બદલીને પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ યોજના રાખવામાં આવ્યું છે.

સારી અને ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ મેળવવી એ માનવ અધિકારો પૈકીનો એક અધિકાર માનવમાં આવે છે. સારા આરોગ્ય માટે જીવનરક્ષક દવાઓ અનિવાર્ય બની ગઇ છે. નેશનલ સેમ્પલ સર્વે ઓફિસના એક સર્વે મુજબ ભારતમાં આરોગ્ય સંભાળ માટે દવાઓનો કુલ ૭૨ ટકા ખર્ચ ગ્રામ્ય વિસ્તારના લોકો અને ૬૮ ટકા ખર્ચ શહેરી વિસ્તારના લોકોને પોતાના ખિસ્સામાંથી કરવો પડે છે. આ આઉટ ઓફ પોકેટ ખર્ચ ઘટાડી શકાય એ માટે પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્રોની શરૂઆત કરવામાં આવી છે.

Advertisement

ભારતીય વાણિજય અને ઉદ્યોગ મંત્રાલયના આંકડા પ્રમાણે જેનરિક મેડિસિન માર્કેટના કુલ ૨૦ ટકા હિસ્સો ભારત દ્વારા વૈશ્વિક બજારમાં સપ્લાય કરવામાં આવે છે. ભારત દ્વારા યુનાઇટેડ સ્ટેટસ અને અન્ય યુરોપિય દેશોમાં જેનરિક દવાઓની નિકાસ કરવામાં આવે છે.

બજારમાં મળતી બ્રાન્ડેડ દવાઓની કિંમત ખૂબ ઉંચી કિંમત જનતાએ ચૂકવવી પડતી હોય છે. જેનરિક દવાનો ડોઝ, પ્રકાર, સલામતિ અને ક્ષમતા બ્રાન્ડેડ દવાઓ જેવી જ હોય છે. તેની ગુણવત્તા અને અસરકારકતા પણ બ્રાન્ડેડ દવા જેટલી જ હોય છે. ફરક માત્ર કિંમતમાં હોય છે. બ્રાન્ડેડ દવાઓ મોંઘીદાટ હોય છે જયારે જેનરિક દવાઓ બ્રાન્ડેડ દવાની સરખામણીમાં પચાસથી નેવું ટકા જેટલી સસ્તી મળે છે.
હાલ સમગ્ર દેશમાં પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ પરિયોજના અંતર્ગત ૯૦૮૨ કેન્દ્રો કાર્યરત છે. જે પૈકી ગુજરાતમાં પણ ૫૧૮ કેન્દ્રો કાર્યરત કરવામાં આવ્યા છે. આગામી વર્ષ-૨૦૨૫ સુધીમાં આ લક્ષ્યાંક ૧૦,૫૦૦ સુધી લઇ જવાની સરકારની નેમ છે.
દેશના નાગરિકો આ પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ પરિયોજના અંતર્ગત કાર્યરત જન ઔષધિ કેન્દ્રોનો વધુમાં વધુ લાભ લઇ સ્વસ્થ રહો મસ્ત રહો એ જ અભ્યર્થના છે.

Advertisement

Trending

Exit mobile version