Gujarat
ઘોઘંબામાં પ્રધાનમંત્રી જીવન જ્યોતિ યોજના વિધવા મહિલા માટે વરદાન બની
ઘોઘંબા નગરમાં સરકાર ની યોજના વિધવા માટે જીવતદાન બની ઘોઘંબા ઓડ ફળિયા માં રહેતા સુરેશભાઈ ઓડના અવસાન બાદ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની ઘોઘંબા શાખાના મેનેજર અને સ્ટાફે તેમના પત્ની તારાબેન ઓડને 2 લાખ રૂપિયા ક્લેઈમની રકમ ચૂકવી હતી. મળતી માહિતી મુજબ સુરેશભાઈ ઓડનું બિમારીના કારણે અવસાન થયું હતું, તેઓ જીવિત હતા ત્યારે તેમણે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની ઘોઘંબા શાખામાંથી તેમના બેંક ખાતા દ્વારા પ્રધાનમંત્રી જીવન જ્યોતિ યોજના હેઠળ વીમો લીધો હતો.
ત્યારબાદ તેઓનુ અવસાન થયુ હતુ અવસાન પહેલા સુરેશભાઈએ વીમો લીધો હોવાની જાણ પરિવારના સભ્યોને ખબર ન હતી પરિવાર જનો બેંક માં ખાતાની તપાસ કરવા આવ્યા ત્યારે મેનેજમેન્ટ સાથે બેસી સુરેશભાઇ અવસાન પામ્યા હોવાનુ બેંકના અધિકારીને જણાવતા બેંક ના કર્મનિષ્ઠ અને પ્રમાણિક કર્મચારી તથા અધિકારીએ તેમના પરિવારજ્નોને વીમાની વાત જણાવી. બેંક મેનેજમેન્ટે વીમા દાવાની રકમ માટેના દસ્તાવેજો તૈયાર કર્યા હતા અને મંજૂરી માટે ઉચ્ચ કચેરીને મોકલ્યા હતા. બેંક મેનેજમેન્ટે માત્ર સાત દિવસોમાં પેપર પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી, સુરેશભાઈ ઓડના પત્ની તારાબેન ઓડને બેંક માં બોલાવી હાથો હાથ રૂ. 2 લાખ ચૂકવવામાં આવ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે પતિના આકસ્મિક અવસાન બાદ જીવન નિર્વાહ નું શું થશે તેવા વિચારો થી મુશ્કેલી અનુભવતા તારાબેન ને વીમાની રકમ મળતા તેમના ચહેરા ઉપર ખુશી જોવા મળી હતી