Connect with us

Chhota Udepur

કુશળ કારીગરોના સર્જનના ઉદેશ્ય સાથે ‘‘પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના’’નો ૧૭ સપ્ટેમ્બરથી શુભારંભ

Published

on

"Pradhan Mantri Vishwakarma Yojana" launched from September 17 with the aim of creating skilled artisans

પ્રતિનિધિ, કાજર બારીયા

(અવધ એક્સપ્રેસ)

Advertisement

દેશમાં પરંપરાગત વ્યવસાય સાથે લાખો લોકો સંકળાયેલા છે. આ કારીગરોની કુશળતાને પ્રવર્તમાન સમયની માંગ અનુસાર આધુનિકતાનો ઓપ મળી રહે અને તેઓ કુશળ વ્યવસાયકાર તરીકે ઉભરી આવે તે માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની આગેવાની હેઠળ ‘‘પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના’’ શરુ થવા જઈ રહી છે.

આજરોજ છોટાઉદેપુર કલેકટર કચેરી ખાતે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં કલેકટર સ્તુતિ ચારણે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે આગામી તા. ૧૭ સપ્ટેમ્બરથી શરુ થવા જઈ રહેલી પી.એમ. વિશ્વકર્મા યોજના થકી જુદાજુદા ૧૮ ક્ષેત્રમાં કુશળ કારીગરો તૈયાર કરવાના મહાઅભિયાનનો પ્રારંભ થશે. આગામી પાંચ વર્ષમાં દરજી, ધોબી, સુથાર, લુહાર, કડિયા, ક્ષૈારકર્મ સહીત વિવિધ ક્ષેત્રના ૩૦ લાખ જેટલા કારીગરોને પ્રાથમિક તેમજ એડવાન્સ ટ્રેઇનિંગ, ટૂલ કિટ સહાય તેમજ રોજગાર અર્થે લોન અને માર્કેટિંગ સપોર્ટ પૂરો પાડવા સહિતની આ યોજના કારીગરો માટે રોજગારીના નવા દ્વારા ખોલશે.

Advertisement

 

"Pradhan Mantri Vishwakarma Yojana" launched from September 17 with the aim of creating skilled artisans

આ યોજના અંતર્ગત કારીગરોને રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ તેઓનું વેરીફીકેશન થશે અને પોતાની સ્કીલ મુજબ સૌપ્રથમ બેઝિક ટ્રેનિંગ આપવામાં આવશે. ત્યારબાદ તેઓને રૂ. ૧૫ હજારની ટૂલ કિટ સહાય આપવામાં આવશે. બેઝિક ટ્રેનિંગ મેળવ્યા બાદ તેઓને એક લાખની લોન મળવાપાત્ર રહેશે. આ લોનની અવધિ ૧૮ માસ રહેશે. ત્યાર બાદ તેઓને એડવાન્સ ટ્રેનિંગ પુરી પાડવામાં આવશે જેમાં રોજના તેઓને રૂ. ૨૫૦૦ સ્ટાઈપેન્ડ આપવામાં આવશે. એડવાન્સ ટ્રેનિંગ બાદ ૩૦ મહિનાના સમયગાળાની રૂ. ૨ લાખની લોન વ્યવસાય અર્થે આપવામાં આવશે. બ્રાન્ડિંગ, જે.ઇ.એમ પ્લેટફોર્મ તેમજ ઈ-કોમર્સ માર્કેટિંગ માટે પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવશે.

Advertisement

આ યોજનામાં સહભાગી થવા પી.એમ. વિશ્વકર્મા પોર્ટલ https://pmvishwakarma.gov.in/ પર રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. રજીસ્ટ્રેશન દ્વારા માહિતીની જુદા-જુદા સ્તરે ખરાઈ કરવામાં આવશે. રાષ્ટ્રીય, રાજ્ય તેમજ જિલ્લા કક્ષાએ કુશળ કારીગરો તૈયાર કરી આપતી યોજના કૌશલ્ય વિકાસ અને ઉદ્યમશીલતા મંત્રાલય, સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય તેમજ નાણા મંત્રાલયના સહયોગથી સાકાર પામશે. આ યોજના થકી દેશના ૩૦ લાખ જેટલા કારીગરો પોતાના ઉત્કર્ષ સાથે વિકાસને નવી ઊંચાઈએ પહોચાડશે. છોટાઉદેપુર જીલ્લામાં આવા કૂલ ૮ હજાર જેટલા કારીગરોને આવરી લેવામાં આવશે.

Advertisement
error: Content is protected !!