Uncategorized

ઇન્ટરનેશનલ દિવ્યાંગ ટેલેન્ટ્સ કોમ્પિટિશનમાં સેવાલિયાના પ્રજ્ઞાચક્ષુ માસ્ટર પિન્ટુ પ્રથમ સ્થાને.

Published

on

(રીજવાન દરિયાઈ ખેડા ગળતેશ્વર)

21 ડિસેમ્બર ના ઓરિસ્સા ખાતે શાંતિધામ ફાઉન્ડેશન દ્વારા ઇન્ટરનેશનલ દિવ્યાંગ ટેલેન્ટ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવેલ હતું.જેમાં ભારતના અલગ અલગ રાજ્યોમાંથી તમામ પ્રકારના દિવ્યાંગ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં ડાન્સ,ગીત, સંગીત,એક્ટિંગ,યોગા,પેન્ટિંગ તથા અલગ અલગ પ્રકારની કલાઓનું પ્રદર્શન કર્યું હતું. આ સ્પર્ધામાં ગુજરાતમાં આવેલ ખેડા જિલ્લાના સેવાલિયા ગળતેશ્વરના પ્રજ્ઞાચક્ષુ તુષાર વર્મા ઉર્ફે માસ્ટર પીન્ટુ એ સેમી ક્લાસિકલ ડાન્સ ગણેશ વંદના ડાન્સ કરી પ્રથમ સ્થાન મેળવ્યું હતું. આ કાર્યક્રમમાં વિધાનસભાના અધ્યક્ષ રાવતરાવ,મેડિકલ ઓફિસર- સ્વસ્તિકસર તથા આ સંસ્થાના પ્રમુખ નિલિમાબેન,સ્નેહા શિલ્પાબેન ઉપસ્થિત રહ્યા હતા. વિધાનસભા અધ્યક્ષ ના હસ્તે સર્ટિફિકેટ,પુરસ્કાર અને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. આ ઇન્ટરનેશનલ સ્પર્ધામાં સતત બીજીવાર ગુજરાતના માસ્ટર પિન્ટુ પ્રથમ સ્થાને રહ્યા હતા અને પ્રથમ ઇનામ જીતી પોતાની સફળતાને જીવંત રાખી હતી.

Advertisement

Trending

Exit mobile version