Panchmahal

દેવની મુવાડી ગામે ભોલેનાથના મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો

Published

on

પ્રતિનિધિ ગોકુળ પંચાલ

ઘોઘંબા તાલુકાનાં દેવની મુવાડી ખાતે નવનિર્મિત દેવેશ્વર મહાદેવના પ્રાંગણમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે ભોલેનાથ, શંકર ભગવાન તથા માતા પાર્વતી ની મૂર્તિ નો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આનંદ,ઉલ્લાસ અને ભક્તિભાવ થી કરવામાં આવ્યો હતો આ પ્રસંગે ગામના આગેવાન નટવરસિંહ પરમાર, ઘનશ્યામભાઈ પરમાર, માજી તાલુકા પ્રમુખ ડાયાભાઈ સોલંકી, કૈલાશબેન સાથે ગામના ક્ષત્રિય સમાજ ના આગેવાનો ભાઈઓ બહેનો વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા નિર્માણ કરવામાં આવેલ દેવેશ્વર મહાદેવના સ્થાનકને શણગારવામાં આવ્યું હતું.

Advertisement

Pran Pratishtha Mohotsav was held at the temple of Bholenath in Devani Muwadi village

ભગવાન શંકર અને માતા પાર્વતીની મૂર્તિનું ભૂદેવો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે હર હર મહાદેવના ગગન ભેદી નારાઓ વચ્ચે ભક્તિભાવથી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો. પ્રાણ પ્રતિષ્ઠાણી હોમ હવનની વિધિ માં યુવાનોને બેસાડી ગામે નવી શરૂઆત કરી હતી યુવાનો પછી ધર્મની કેડીએ ચાલશે એ માટેની પ્રથમ શુભારંભ કરવામાં આવ્યો હતો નટવરસિંહ પરમારનાઓ દ્વારા સલાહ સુચન આપી માર્ગદર્શન આપ્યું હતું પૂજા વિધિ બાદ મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું હતું

Advertisement

Trending

Exit mobile version