Panchmahal
પંચમહાલ માં સોમનાથ ટ્રસ્ટ દ્વારા મળેલ પ્રસાદી કીટ ભેટ વિતરણનો કાર્યક્રમ યોજાયો

આજરોજ રેડ ક્રોસ ભવન સભાખંડ,ગોધરા ખાતે પંચમહાલ જિલ્લા પંચાયત પ્રમુખ કુ.કામિનીબેન સોલંકીની અધ્યક્ષતામાં સોમનાથ ટ્રસ્ટ દ્વારા મળેલ પ્રસાદી કીટના ભેટ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો.
સોમનાથ ટ્રસ્ટ મંદિર, ગીર સોમનાથ ખાતેથી પ્રાપ્ત સાડી,ધોતી,પીતાંબર,પ્રસાદ વિતરણ કાર્યક્રમ અંતર્ગત જિલ્લાની ૬૬ ગંગા સ્વરૂપા બહેનો, નારી કેન્દ્ર ગોધરાની સ્ટાફ તથા અંતેવાસી ૧૫ બહેનો,સખી વન સ્ટોપ સેન્ટરમાં સમાધાન થયેલ કેસોની ૪૭ બહેનોને,પોલીસ સ્ટેશન બેઝડ સપોર્ટ સેન્ટરમાં સમાધાન થયેલ કેસોની ૧૨ બહેનોને, ચિલ્ડ્રન ઈન સ્ટ્રીટ સિચ્યુએશન વાળા બાળકોની ૪૦ માતાઓને,શિશુગૃહ ગોધરાની સ્ટાફ તથા અન્ય ૧૦ બહેનોને,વિવિધ મંદિરના ૫૦ પૂજારી,સંતોને તથા સેવાશ્રમ વૃદ્ધાશ્રમના ૧૦ લોકોને વિવિધ વસ્તુઓનું વિતરણ કરાયું હતું.
આ પ્રસંગે જિલ્લા કલેકટરઆશિષ કુમાર,જિલ્લા અગ્રણીઅશ્વિનભાઈ પટેલ,મહિલા અને બાળ અધિકારી,સમાજ સુરક્ષા અધિકારી,જિલ્લા બાળ સુરક્ષા અધિકારી સહિત જિલ્લાના સંતો,મહંતો અને લોકો ઉપસ્થિત રહ્યા હતા.