Connect with us

Chhota Udepur

ખુટાલિયા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પ્રિ- ફિઝિકલ ફિટનેસ ટેસ્ટ યોજાયો

Published

on

(પ્રતિનિધિ કાજર બારીયા)

જય જવાન સૈનિક ફાઉન્ડેશન અને ઈકોયુનિટી ટ્રાયબલ પ્રોગ્રેસ ઈનિશિયેટિવ ચેરીટેબલ ટ્રસ્ટ ના સંયુક્ત ઉપક્રમે  છેલ્લા ઘણા સમયથી કોલેજ ગ્રાઉન્ડ ખાતે  વન સંરક્ષક માટે ફ્રી તાલિમ આપવામાં આવી હતી ત્યારબાદ આજે ખુટાલિયા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે આજરોજ એક પ્રિ- ફિઝિકલ ફિટનેસ ટેસ્ટ યોજાયો હતો.

Advertisement

ગુજરાત રાજ્ય ના ચાર ઝોન માં જેમ કે મધ્ય ઝોન ની ગોધરા ખાતે, ઉતર ઝોન ની ગાંધીનગર , સૌરાષ્ટ્ર ઝોન જૂનાગઢ ખાતે અને દક્ષિણ ઝોન ની સુરત ખાતે યોજાનાર છે તેમાં છોટાઉદેપુર જિલ્લા ના યુવાનો ફીઝીક્લ ટેસ્ટ માટે જનાર ઉમેદવાર નુ આજે સવારે ૬ કલાકે એક પ્રિ –  ટેસ્ટ રાખવા માં આવ્યો હતો જેમાં પુરુષ ઉમેદવાર ૧૫૦ જેટલા અને મહિલા ઉમેદવાર ૨૬ જેટલી ઉપસ્થિત રહ્યા હતાં જેમાં પાસ થયેલ છે એમનો આત્મવિશ્વાસ વધે અને તેઓ વન રક્ષક ભરતી માં ફિઝિકલ ટેસ્ટ માં સફળતા પુર્વક કવોલિફાઈડ થાય તેવા પ્રયત્નો કરવા આવ્યા હતા.

આજરોજ યોજાયેલ  પ્રિ -ફિઝિકલ ફિટનેસ ટેસ્ટ મા છોટાઉદેપુર આર.એફ.ઓનિરંજનભાઈ રાઠવા, રંગપુર આર.એફ.ઓ વિઠ્ઠલભાઈ તથા  સામાજિક કાર્યકર મનુભાઈ રાઠવા પાણીબાર વાળા  ડો.જયેશ રાઠવા મલાજા  જય જવાન સૈનિક ફાઉન્ડેશન ના પ્રમુખ ગોપાલ ભાઇ રાઠવા ,પેરા કમાન્ડો લલિતભાઇ રાઠવા અને દેશ સેવા માં ફરજ બજાવતા સૈનિક હાલ રજા પર આવેલા ભૂતપૂર્વ સૈનિકો ઉપસ્થિત રહી આવનાર ભરતી વિષે ધ્યાનમાં રાખવા ની થતી કાળજી બાબતે  માર્ગદર્શન પૂરું પાડી અને વધુ માં વધુ ઉમેદવાર પાસ થાય એવી શુભેચ્છા પાઠવવા માં આવી હતી.

Advertisement
Continue Reading
Advertisement
error: Content is protected !!