Chhota Udepur
સગર્ભા આદિવાસી મહિલાને સહાયના નામે હિન્દી ભાષી ગઠિયો છેતરી ગયો
(પ્રતિનિધિ કાજર બારીયા દ્વારા)
આંગણવાડી માંથી બોલુછુ સગર્ભા મનીષા બહેન પ્રેગ્નેંટછે તેમનુ પેમેન્ટ આવેલું છે તેમ કહી ચીટરે મહિલાના ભાઈના ખાતામાંથી ₹6,000 ઉપાડી લીધા. છોટાઉદેપુર જિલ્લાના જેતપુર પાવી તાલુકામાં આંબાખૂંટ ગામના પ્રવીણ રાઠવા ઉપર ફોન આવ્યો અને સામે છેડે થી આંગણવાડીમાંથી બોલું છું તમારી વાઈફ મનીષાબેન પ્રેગ્નેન્ટ છે તેમના પૈસા 7,500 આવી ગયા છે અને google માં નાખવાના છે google pay માં જ પૈસા આવશે તેમ કહેતા પ્રવીણ રાઠવાએ તેના શાળા મહેશ રાઠવાનો નંબર આપ્યો હતો ગઠીયાએ મહેશને OTP મોકલી ખાતામાં પડેલા 6000 ઉપાડી લઈ છેતરપિંડી કરી હતી
ઠગાઈની માયાજાળમાં તંત્ર સાથે કામ કરતા લોકો પણ સંડોવાયેલા હોવાનું લાગી રહ્યું છે હિન્દી ભાષા બોલતા ઠગ પાસે મનિષાબેન સગર્ભા છે તેમને સરકાર તરફથી પૈસા આવવાના છે આ બાબતની જાણ ઠગને કેવી રીતે થઈ. તંત્ર સાથે કામ કરતી ફૂટેલી કરતુસો હોય કે કોઈ જાણભેદૂ જે આવા ચીટરો સાથે મળી છેતરપિંડીનું રેકેટ ચલાવી રહ્યા છે અગાઉ પણ આ તાલુકામાં નકલી અધિકારીઓ બની મહા ઠગી કરી હતી જેમાં સ્થાનિક યુવાનોની સંડોવણી બહાર આવી હતી.