Chhota Udepur
કવાંટ તાલુકાના હમીરપુરા ખાતે સાંસ્કૃતિક એકતા મહાસંમેલન ની પૂરજોશમાં ચાલી રહેલી તડામાર તૈયારીઓ .
પ્રતિનિધિ,કાજર બારીયા (છોટાઉદેપુર)
છોટાઉદેપુર જિલ્લામાં ઈતિહાસ માં પહેલી વખત યોજાનાર આદિવાસી એકતા પરિષદ નાં સાંસ્કૃતિક એકતા મહાસંમેલન માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે છોટાઉદેપુર નાં ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા તેમજ પૂર્વ સાંસદ અને ટ્રાઇફેડના ચેરમેન શ્રી રામસિંહ ભાઈ રાઠવા એ યોજાનાર સાંસ્કૃતિક એકતા મહાસંમેલન નાં ગ્રાઉન્ડ પર જઇને ચાલી રહેલી તૈયારી ઓ નું નિરીક્ષણ કર્યું હતું તેમજ મહાસંમેલન માટે જરૂરી સહયોગ બાબતે આયોજકો સાથે ચર્ચા કરી હતી, અહીં ઉલ્લેખનીય છેકે આયોજક સમિતિ નાં અને હમીરપુરા ભૂતપૂર્વ સરપંચ રસિકભાઈ એ મહાસંમેલન સ્થળે મોટર સાથે એક બોરવેલ ની જરુરીયાત હોવાનું જણાવતાં રાજેન્દ્રસિંહ રાઠવા એ તેઓનાં તરફથી બોરવેલ મુકાવી આપવા માટે આયોજકો ને ખાત્રી આપી હતી અને બોરવેલ ની ગાડી મંગાવીને આજે જ બોરવેલ મુકાવી દેવાનું જણાવ્યું હતું.
તેઓની મુલાકાત દરમિયાન ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ મુકેશભાઈ રાઠવા,છોટાઉદેપુર તાલુકા પંચાયત પ્રમુખ શ્રી રમેશભાઈ રાઠવા,પૂર્વ પ્રમુખ રાજેશભાઈ લગામી, ચીસાડીયા જિલ્લા પંચાયત નાં સદસ્ય ગુમાનભાઇ રાઠવા,સુરખેડા સરપંચ રસીકભાઇ રાઠવા સહિત નાં આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા જેમની સાથે આદિવાસી એકતા પરિષદ નાં ગુજરાત નાં સંયોજક ગીરીશભાઈ ચૌધરી તથા આદિવાસી એકતા પરિષદ ગુજરાત નાં અધ્યક્ષ વેણીભાઈ વસાવા પણ હાજર રહ્યા હતા, જ્યારે સાંસ્કૃતિક એકતા મહાસંમેલન આયોજક સમિતિ નાં અધ્યક્ષ શનીયાભાઇ રાઠવા તથા વિજયભાઈ રાઠવા , નારણભાઈ રાઠવા, કિર્તનભાઇ રાઠવા, વાલસિંગભાઇ રાઠવા સહિતના સામાજિક કાર્યકરો એ તેમને મહાસંમેલન ની તૈયારી ઓ વિશે વિસ્તૃત જાણકારી આપી હતી તેમજ સમગ્ર કાર્યક્રમની રૂપરેખા જણાવી હતી.
આમ છોટાઉદેપુર જિલ્લાના તમામ સામાજિક કાર્યકરો રાજકીય આગેવાનો સૌ સાથે મળીને છોટાઉદેપુર જિલ્લામાં યોજાનાર આદિવાસી સાંસ્કૃતિક એકતા મહાસંમેલનને સંપૂર્ણ રીતે સફળ અને ઐતિહાસિક તેમજ યાદગાર બનાવવા માટે તનતોડ મહેનત કરી રહ્યા છે.