Chhota Udepur

બોડેલી ખાતે યોજાનારા જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની તડામાર તૈયારીઓ

Published

on

પ્રતિનિધિ, કાજર બારીયા

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે આવેલી ટી.સી.કાપડીયા કોલેજ ખાતે યોજાનારા જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણીની તૈયારી સમયમર્યાદામાં પૂર્ણ થાય એ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા યુદ્ધના ધોરણે તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.

Advertisement

છોટાઉદેપુર જિલ્લાના જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી ટી.સી.કાપડિયા કોલેજ ખાતે જિલ્લા કલેકટર સ્તુતિ ચારણના હસ્તે ધ્વજવંદન કરી કરવામાં આવશે. પ્રજાસત્તાક પર્વની ઉજવણીને લઇને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તડામાર તૈયારીઓ આદરી દેવામાં આવી છે.

ટી.સી.કાપડિયા કોલેજ, બોડેલીના પટાંગણમાં યોજાનારી જિલ્લા કક્ષાની ઉજવણીને લઇ માર્ગ અને મકાન વિભાગ દ્વારા સભામંડપ, બેઠક વ્યવસ્થા, પરેડ અને માર્ચ પાસ્ટ માટે રસ્તો બનાવવાની કામગીરી પાર્કિંગની વ્યવસ્થા, રાષ્ટ્રધ્વજ ફરકાવવા માટેનો ધ્વજદંડ ઉભો કરવાની કામગીરી સહિતની આનુષાંગિક કામગીરી સમયમર્યાદામાં પૂર્ણ થાય એ માટે જિલ્લા વહીવટીતંત્ર ખડેપગે ફરજ બજાવી રહ્યું છે.

Advertisement

જિલ્લા કલેકટર. સ્તુતિ ચારણ, જિલ્લા વિકાસ અધિકારી ગંગાસિંહ અને જિલ્લા પોલીસ વડા ધર્મેન્દ્ર શર્મા સહિતના ઉચ્ચ અધિકારીઓ કામગીરી સમયમર્યાદામાં પૂર્ણ થાય એ માટે સતત જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓને માર્ગદર્શન આપી રહ્યા છે.

આગામી તા. ૨૬મી, જાન્યુઆરીના રોજ યોજાનારા જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણીને આખરી ઓપ આપવા માટે જિલ્લા કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા પોલીસ વડાની ઉપસ્થિતિમાં સમગ્ર કાર્યક્રમનું રિહર્સલ કરવામાં આવ્યું હતું.
રિહર્સલ દરમિયાન પરેડ, માર્ચ પાસ્ટ, સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ ધ્વજવંદન સહિતના કાર્યક્રમનું પ્રજાસત્તાક પર્વના દિને કરવાની તર્જ પર જ રિહર્સલ યોજી સમગ્ર કાર્યક્રમનું સંચાલન સુચારૂ પાર પડે એ માટેની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો હતો.

Advertisement

જિલ્લા કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા પોલીસ અધિક્ષકે જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓને કાર્યક્રમના સુચારૂ આયોજન અંગે જરૂર જણાય ત્યાં ઉપયોગી સૂચનો કરી માર્ગદર્શન પણ આપ્યું હતું.

Advertisement

Trending

Exit mobile version