Panchmahal
હાલોલ માં મહા શિવરાત્રી પર્વ ની ઉજવણી તૈયારીઓ
સુરેન્દ્ર શાહ દ્વારા
- શિવાલયો હર હર મહાદેવ ના નાદ થી વાતાવરણ ભરી દેશે
- ભક્તો માટે ફળાહાર અને ભાંગ ના પ્રસાદ ની વયવસ્થા શિવાલયો દ્વારા કરવામાં આવી છે
- દાદા શંકર ને ચાંદી ની પાલખી માં સ્થાપિત કરી નગરચર્યા આસ્થા અને ભાવપૂર્વક કરવામાં આવશે જેનો લાભ આસક્ત અને બીમાર વ્યક્તિઓ લઈ સકશે
મહાશિવરાત્રી મહોત્સવ પ્રસંગે હાલોલ ખાતે આવેલ શિવાલયો ને રંગબેરંગી શિરીજો શણગારવામાં આવ્યા છે આજે રાત્રિથી ચાર પ્રહરની પૂજા વિધિ ભક્તિ ભાવપૂર્વક શરૂ કરવામાં આવશે તારીખ 18 ના રોજ શિવાલોયો હર હર મહાદેવના નારાઓથી ગુંજી ઉઠશે શ્રી બાલા ભોલા હનુમાન સ્થિત શિવાલય સારણેશ્વર શિવાલય સોની ફળીયા સ્થિત શિવાલય કંજરી રોડ સ્થિત શિવાલય અને સ્મશાનમાં આવેલ શિવાલય, સાવલી વાળા સ્વામીજી દ્વારા સ્થાપિત ધાબાડુંગરી ખાતે પણ ભક્તો દ્વારા સવારથી જ શિવની પૂજા અર્ચના માટે લાંબી લાઈનો લાગશે આ ઉપરાંત બાલાભોલા હનુમાન સ્થિત શિવાલયમાં તથા સારણેશ્વર મહાદેવ ખાતે શિવ ભક્તો માટે ફરાળની વ્યવસ્થા તથા ભાંગના પ્રસાદ ની વ્યવસ્થા પ્રતિ વર્ષે કરવામાં આવે છે
જે આ વર્ષે પણ ભક્તો માટે કરવામાં આવશે અને તેનું વિતરણ ભોલેનાથની મરજી સુધી ચાલુ રહેશે આ ઉપરાંત શારણેશ્વર મહાદેવ ખાતેથી સાંજના ચાર વાગે દાદાશંકર ને ચાંદીની પારખીમાં સ્થાપન કરી હાલોલ નગરની નગરચર્યા કરાવવામાં આવશે જેમાં શિવભક્તો વાજા બેન્ડ સાથે ભક્તિ અને આસ્થાથી નાચગાન સાથે નગરચર્યામાં જોડાશે પરિણામે શિવની આ યાત્રા નો લાભ અશક અને બીમાર માણસો પણ મહાશિવરાત્રી પ્રસંગે દર્શન કરી શકે એવા આશયથી શિવયાત્રા સારણેશ્વર મહાદેવથી શરૂ કરવામાં આવે છે જેની પધરામણી ઘણી બધી શેરીઓ અને ઘરોમાં ભક્તિ ભાવથી કરવામાં આવે છે