Ahmedabad
શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન મણિનગર સંચાલિત શ્રી મુક્તજીવન ડિઝાસ્ટર મેનેજમેન્ટ એન્ડ રેસ્કયૂ ટ્રેનિંગ એકેડેમીની ફાયર સેફ્ટી ટીમને સેફ ટેક એવોર્ડ્સ ૨૦૨૪ અર્પણ
ફાયર એન્ડ સેફટી દ્વારા શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન મણિનગર સંચાલિત શ્રી મુક્તજીવન ડિઝાસ્ટર મેનેજમેન્ટ એન્ડ રેસ્કયૂ ટ્રેનિંગ એકેડેમીની ફાયર સેફ્ટી ટીમને સેફ ટેક એવોર્ડ્સ ૨૦૨૪ અર્પણ…
શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન, મણિનગરને ફાયર એન્ડ સેફ્ટી દ્વારા તાજ હોટેલ, મુંબઈ ખાતે યોજાયેલ કોન્ફરન્સમાં પધારેલા ૬૦૦ ઉપરાંતના વિવિધ સંસ્થાઓના ડેલીગેટના વિશાળ સમુહમાં દિપક પોકલે જી – ડિરેક્ટર DISH મહારાષ્ટ્ર , સંતોષ વારિક ડાયરેક્ટર મહારાષ્ટ્ર ફાયર અને ઈમર્જનસી સર્વિસીસ, નીતિન રાઈકર ડાયરેક્ટર ગોઆ ફાયર અને ઈમર્જનસી સર્વિસીસ, રવિન્દ્રા એન અંબુલ્ગેકર ચીફ ફાયર ઓફિસર મુંબઈ ફાયર બ્રિગેડ વિગેરે મહાનુભાવોની ઉપસ્થિતિમાં એન. કે. ગુપ્તાએ મુક્તજીવન ડિઝાસ્ટર મેનેજમેન્ટ એન્ડ રેસ્કયૂ ટ્રેનિંગ એકેડેમી ફાયર અને સેફ્ટી ટીમને કે જે આફતકાળમાં સફળ કાર્ય કરે છે તે બદલ સેફટેક એવોર્ડ્સ – ૨૦૨૪ થી નવાજિત કરવામાં આવ્યા હતા જેનો સ્વીકાર મહંત સદ્ગુરુ શાસ્ત્રી શ્રી ભગવત્પ્રિયદાસજી સ્વામીએ કર્યો હતો.
કાર્યક્રમના પ્રારંભમાં સંતવૃંદ દ્વારા શાંતિ, વૈદિક મંત્રોનું ગાન સહિત દિપ પ્રાગટય કરવામાં આવ્યું હતું.
મહંત સદ્ગુરુ શ્રી ભગવત્પ્રિયદાસજી સ્વામી