Connect with us

Panchmahal

નવી શિક્ષણ નીતિ-૨૦૨૦’નાં ત્રણ વર્ષ પૂર્ણ થવાના અવસરે પત્રકાર પરિષદ

Published

on

Press conference on the occasion of completion of three years of New Education Policy-2020

પંચમહાલ જિલ્લા કલેકટર કચેરીના સભાખંડ ગોધરા ખાતે નવી શિક્ષણ નીતિ-૨૦૨૦નાં ત્રણ વર્ષ પૂર્ણ થવાના અવસરે જિલ્લા કલેકટર આશિષકુમારના અધ્યક્ષ સ્થાને પત્રકાર પરિષદ યોજાઇ હતી. જેમાં નવી શિક્ષણ નીતિ અમલમાં આવ્યાને ત્રણ વર્ષ થવા પર સરકાર દ્વારા કરવામાં આવેલ કામગીરી અને નવી નીતિથી ગુણવત્તાયુક્ત શિક્ષણને સુનિશ્ચિત કરવા પર ભાર મુકવામાં આવ્યો છે એ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ અવસરે જિલ્લા કલેકટર આશિષકુમારએ નવી શિક્ષણ નીતિ-૨૦૨૦ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે નવી શિક્ષણ નીતિ થકી બાળકોનો સર્વાંગી વિકાસ થશે. ૨૧ મી સદીની જરૂરિયાતોને અનુરૂપ શિક્ષણ પદ્ધતિમાં પરિવર્તન આવેલ છે.

જવાહર નવોદય વિદ્યાલય વેજલપુરના આચાર્ય ર્ડો.પ્રિયરંજને જણાવ્યું હતું કે નવી શિક્ષણ નીતિ દ્વારા બાળકોનો શારીરિક અને માનસિક વિકાસ થશે. બાળકોને ગુણવત્તાસભર શિક્ષણ મળી રહે તેમજ દેશ અને વિશ્વમાં તેમની કુશળતા થકી દરેક ક્ષેત્રે પ્રગતિ સાધી શકે તે માટે નવી શિક્ષણ નીતિ-૨૦૨૦ ઘડવામાં આવી છે. નવી શિક્ષણ નીતિ બાળકોના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું હતું.

Advertisement

કેન્દ્રીય વિધાલય વડોદરાના એલ.આર.થકાને મીડીયા મિત્રોને આવકારતા જણાવ્યું હતું કે નવી શિક્ષણ નીતિ થકી ઉચ્ચ શિક્ષણના અભ્યાસક્રમમાં વિષય પસંદગી કરવાની સુગમતા રહેશે. કોઈ વિદ્યાર્થીને સાયન્સની સાથે કોમર્સના કોઈ વિષયનો અભ્યાસ કરવો હોઈ તો પણ કરી શકે તેવી દિશામાં નવી શિક્ષણ નીતિ બનાવવામાં આવી છે. શાળાઓ અને ઉચ્ચ શિક્ષણ બંનેમાં બહુભાષીયતાને પ્રોત્સાહન આપવામાં આવશે. એન્જિનિયરિંગ જેવા જટિલ વિષયો અનેક ભારતીય ભાષાઓમાં ઓફર કરવામાં આવે છે.
Press conference on the occasion of completion of three years of New Education Policy-2020

આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ કાંકણપુરના નિવૃત આચાર્ય જૈમિન શાસ્ત્રીએ રાષ્ટ્રીય શિક્ષણ નીતિમા ગોખણપટ્ટી નહીં કરવી પડે કૌશલ્ય સંવર્ધનને પ્રાધાન્ય ભારતને વિકાસશીલ રાષ્ટ્રમાંથી વિકસિત રાષ્ટ્ર તરફ દોરી જશે રાષ્ટ્રીય શિક્ષણનીતિમાં વિદ્યાર્થીઓ શિક્ષણને રચનાત્મક રીતે પ્રાપ્ત કરે અને નિયત અભ્યાસક્રમની સાથે રુચિ મુજબના વિષયો અને કૌશલ્યોમાં મહારત હાંસલ કરે તેવી ભવિષ્યલક્ષી વ્યવસ્થાઓ કરવામાં આવી છે જેના ભાગરૂપે બાળકો ધોરણ એક થી જ મૂલ્યનિષ્ઠ અને સર્વાંગી શિક્ષણ મેળવે શિક્ષણેતર પ્રવૃત્તિમા રસ લે એ આ શિક્ષણનીતિનો પાયાનો ઉદ્દેશ્ય છે

સંજયભાઈ શાહ કેન્દ્રીય સંચાર બ્યુરો, ગોધરા મીડિયા ઓફિસરે પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારોને નવી શિક્ષણ નીતિ-૨૦૨૦ અંગે ઊંડાણપૂર્વક ચિતાર આપવાની સાથે વિઝન,આત્મનિર્ભર ભારત માટેની નીતિ, પાયાના સાક્ષરતાના આયામો જેવા મહત્વના મુદ્દાઓ અંગે માર્ગદર્શન આપ્યું હતું.

Advertisement

કેન્દ્રીય વિધાલય ગોધરાના ઇન્ચાર્જ આચાર્યમુકેશકુમાર પટેલીયાએ આભાર વિધિ રજૂ કરી હતી.
* નવી શિક્ષણ નીતિ-૨૦૨૦ થકી બાળકોનો સર્વાંગી વિકાસ થશે : જિલ્લા કલેકટર આશિષકુમાર
* નવી શિક્ષણ નીતિ ભારતને વિકાસશીલ રાષ્ટ્રમાંથી વિકસિત રાષ્ટ્ર તરફ દોરી જશે કેન્દ્રીય વિદ્યાલય અને નવોદય વિધાલયના આચાર્યએ નવી શિક્ષણ નીતિની આપી જાણકારી

Advertisement
error: Content is protected !!