Chhota Udepur
વડાપ્રધાનની ગેરંટી ૨૪ કેરેટ સોના જેવી શુદ્ધ: ધારાસભ્ય જયંતીભાઈ રાઠવા
પ્રતિનિધી, કાજર બારીયા
(અવધ એક્સપ્રેસ)
બોડેલી તાલુકાના વણધા ચલામલી ગામે મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાએ જણાવ્યું હતું કે વડાપ્રધાનની ગેરંટી ૨૪ કેરેટ સોના જેવી શુદ્ધ છે. ખુબ જ ઉપયોગી યોજનાઓ જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચી રહી છે.
બોડેલી તાલુકાના ગામોમાં પણ વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતગર્ત વણધા ચલામલી ગામે જેતપુરપાવીના ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાની ઉપસ્થિતિમાં કાર્યકમ યોજાયો હતો. જેમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતગર્ત ગ્રામજનોને માં કેર પ્રોજેક્ટ, પૂર્ણાશક્તિ યોજના અને પ્રાકૃતિક ખેતી અંગેની માહિતી આપવામાં આવી હતી. તેમજ સરકારની વિવિધ ૧૭ જેટલી યોજનાઓના સ્ટોલ બનાવી સ્થળ પર જ લાભ મળે તે માટેનુ આયોજન કરાયું હતું. જેમાં લાભાર્થીઓને ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાના હસ્તે લાભ એનાયત કરવામાં આવ્યા હતા. જેમાં વણધા ચલામલી ગામના ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા હતા.