Food
જાણો શું છે કરી પાવડર અને ગરમ મસાલા વચ્ચેનો ફરક

જો તમને પણ ગરમ મસાલા અને કરી પાવડરમાં અંતર સમજાતું ન હોય તો, આજે આ લેખમાં અમે તમને જણાવશું.
આપણા દેશમાં જેટલી સંસ્કૃતિ, બોલી અને પોશાકની વિવિધતાઓ છે. ઘણા મસાલાઓ એવા છે, જે દેખાવમાં તો એકસરખા લાગે છે, પરંતુ હોય છે બધા અલગ-અલગ અને બધાનો અલગ-અલગ રીતે અને અલગ-અલગ વાનગીઓ માટે ઉપયોગ કરવામાં આવે છે.
આપણા રસોડામાં ગરમ મસાલો તો અચૂક જોવા મળે જ, જેનો ઉપયોગ દાળ-શાક વગેરેમાં સ્વાદ અને સુગંધ વધારવા માટે કરવામાં આવે છે. આ સિવાય આપણા રસોડામાં કરી પાવડર પણ હોય છે. આજે અમે તમને અહીં જણાવશું કે, કરી પાવડર અને ગરમ મસાલા વચ્ચેનું અંતર.
ગરમ મસાલો શું છે?
આ એક ભારતીય મસાલો છે અને ભારતીય રસોડાઓમાં ગરમ મસાલાને મસાલાઓના રાજા તરીકે ઓળખવામાં આવે છે. ગરમ મસાલાઓને ઘણા મસાલા મિક્સ કરીને બનાવવામાં આવે છે. સામાન્ય રીતે આ બધા મસાલાને શેકીને દળવામાં આવે છે. ગરમ મસાલાનો ઉપયોગ વાનગીઓમાં સ્વાદ વધારવા માટે કરવામાં આવે છે.
કરી પાવડર શું છે?
ગરમ મસાલાની જેમજ કરી પાવડરને પણ ઘણા મસાલા મિક્સ કરીને બનાવવામાં આવે છે, પરંતુ કરી પાવડરમાં ઉપયોગમાં લેવાતા મસાલાની માત્રા અને પ્રકાર અલગ હોય છે. કરી પાવડરમાં હળદરનો ઉપયોગ કરવામાં આવે છે જ્યારે ગરમ મસાલામાં હળદરનો ઉપયોગ નથી થતો. ગરમ મસાલાની તુલનામાં કરી પાવડરમાં વધારે મસાલાનો ઉપયોગ થાય છે.
તમે રસોઈને સ્વાદિષ્ટ બનાવવા માટે કયા મસાલાનો ઉપયોગ કરો છો, એ અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. અમે આ જ પ્રકારના અવનવા લેખ તમારા માટે લાવતા રહીશું. જો તમને આ લેખ ગમ્યો હોય તો તેને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં અને જોડાયેલ રહો તમારી પોતાની વેબસાઈટ ગુજરાતી જાગરણ સાથે