Gujarat
ગુલાબી ગનગોર મહોત્સવમાં પૂજ્ય શ્રી ડોક્ટર વાર્ગીશ કુમાર મહોદય શ્રી ની શોભાયાત્રા નીકળી
સુરેન્દ્ર શાહ
નગર પરિષદ કાંકરોલી દ્વારા પ્રતિ વર્ષની જેમ ગનગોર મહોત્સવમાં અવનવા કાર્યક્રમો યોજવામાં આવ્યા તે અંતર્ગત પૂજ્ય પાદ ડોક્ટર વાર્ગીશ કુમાર મહોદય શ્રી ના સાનિધ્યમાં ગુલાબી ગનગોર શોભાયાત્રા કાકરોલીના રાજમાર્ગો ઉપર નીકળી હતી
જેમાં ઠેર ઠેર પૂજ્ય શ્રી ડોક્ટર વાર્ગીશ રાજા નું વલ્લભાધીશ જય કાંકરોલી કા દુલારા વાગીશ રાજા હમારા ગગન ભેદી નારાઓ સાથે રંગારંગ ઉષ્માભેર સ્વાગત કરાયું. હતું વિશાળ જન સંખ્યામાં બેન્ડવાજા સાથે નીકળેલી ગુલાબી ગનગોર મહોત્સવ માં કાકરોલીના બુઝૅગો, માતાઓ, બહેનો, યુવાનો, અવનવા ટ્રેડિશનલ ગુલાબી રંગના પોશાકો , માથે સાફા ધારણ કરી અવનવા વેશભૂષા ,ભારે આકર્ષણ જમાવ્યું હતું
હમ સમગ્ર કાકરોલી ગુલાબી રંગના રંગોથી સજાવીને ભારે આકર્ષણ જમાવ્યું હતું. પૂજ્ય શ્રી એ નગર પરિષદના આયોજકોને અને કાંકરોલીની જનતાને શુભમ ભવતુ કલ્યાણસ્તુ એમ ગનગોર મહોત્સવ નિમિત્તે શુભ આશીર્વાદ પ્રદાન કર્યા હતા.