Panchmahal

હાલોલ નગરમાં આનબાન અને શાન સાથે રામલલ્લાની શોભાયાત્રા

Published

on

(સુરેન્દ્ર શાહ દ્વારા)
ધર્મ પ્રેમી નગરી જેને છોટે કાકરોલી નું બિરુદ આપવામાં આવ્યું છે એ ધર્મ પ્રેમી નગરીમાં મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ લલ્લાની જન્મ જયંતી આન બાન અને શાન થી ઉજવવામાં આવી હતી રામનવમી ઉત્સવ સમિતિ દ્વારા રામજીના પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી ભક્તિ ભાવપૂર્વક આનંદ અને ઉલ્લાસથી ઉજવવામાં આવી હતી આ પહેલા સવારે કંજરી રામજી મંદિર ખાતે મહંત રામ શરણદાસજી તથા હાલોલ ના ધારાસભ્ય અને માજી મંત્રી જયદ્રથસિંહજી પરમાર ની ઉપસ્થિતિમાં રામ ભગવાનની શોભા યાત્રા કંજરી નગરમાં વિચરણ કરાવ્યા બાદ મહા આરતી અને રામજી મંદિર કંજરી દ્વારા કરવામાં આવેલ મહાપ્રસાદ ના આયોજન નો લાભ રામ ભગવાનના ભક્તોએ લીધો હતો

બાદમાં વાજા બેન્ડ ઢોલ નગારા સાથે રામજીની યાત્રા હાલોલ ખાતે વીએમ સ્કૂલના વિશાલ ચૌગાનમાં સંતો મહંતો ગામના આગેવાનો અને અગ્રણીઓની ઉપસ્થિતિમાં આરતી બાદ શ્રીરામ લક્ષ્મણ અને જાનકીજીની પૂર્ણ પ્રતિમાઓ સાથે શ્રીરામના અનન્ય ભક્ત નું બિરુદ પામનાર પવનપુત્ર હનુમાનજી ની પ્રતિમાઓ ને રથમાં બિરાજમાન કરી વીએમ સ્કૂલ થી શોભા યાત્રા નું શુભારંભ જય શ્રી રામના ગગન ભેદી નારાઓથી કરવામાં આવ્યો હતો ડીજેના તાલે ગરબા ની રમઝટ સાથે રંગબેરંગી લાઈટ વચ્ચે આતસબાજીના ધૂમ ધડાકા અને ભગવાનની ધજા પતાકાઓ સાથે રામલલાની ભવ્ય શોભા યાત્રાએ હાલોલ નગર માં આકર્ષણ જમાવ્યું હતું. રામલલાની શોભાયાત્રા આન બાન અને શાન થી પવન સુત હનુમાન અને જય શ્રી રામના ગગનભેદી નારાઓ સાથે હાલોલ નગરની પરિક્રમા કરી હતી આ પરિક્રમામાં અબાલ વૃદ્ધ યુવાનો અને બહેનો સાથે હજારોની સંખ્યામાં રામ ભક્તો જોડાયા હતા. આ ઉપરાંત વિવિધ સ્થળોએ શ્રી રામજીનું ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યુ હતું વી એમ સ્કૂલ થી બસ સ્ટેન્ડ સ્ટેશન રોડ, બેંક રોડ, તલાવ રોડ થઈ મહારાણા પ્રતાપના સ્ટેચ્યુ બાદ ટાવરપાસે મુસ્લિમ અગ્રણીઓ દ્વારા રામલલ્લા નું પુષ્પવર્ષા થી સ્વાગત કરવામાં આવ્યુ હતું

Advertisement

બાદમાં ચરણદાસ નો ખાંચો, ચોકસી બજાર, મસ્જિદ થઈ પોલીસ સ્ટેશન સટાક આંમલી, જૂની સિનેમા, સ્વસ્તિક કોમ્પલેક્ષ થઈ તાલુકા પંચાયત નગરપાલિકા કંજરી ચાર રસ્તા અને કંજરી રોડ પર આવેલ મહાદેવના મંદિરે મહાઆરતી બાદ શોભા યાત્રાને વિજય કરવામાં આવી હતી આ વખતે હાલોલ નગર રામમય બની ગયું હતું પોલીસ દ્વારા કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિમય રીતે શોભાયાત્રા પૂર્ણ થઈ હતી

* હાલોલ,કંજરી રામજી મંદિર ખાતે મહંત રામ શરણદાસજી તથા હાલોલ ના ધારાસભ્ય અને માજી મંત્રી જયદ્રથસિંહજી પરમાર ની ઉપસ્થિતિમાં રામ ભગવાનની શોભા યાત્રા
* રામલલાની શોભાયાત્રા આન બાન અને શાન થી પવન સુત હનુમાન અને જય શ્રી રામના ગગનભેદી નારાઓ સાથે હાલોલ નગરની પરિક્રમા કરી
* હાલોલ પોલીસ ની શાંતિ સલામતી અને ટ્રાફિક ની પ્રશંસનીય કામગીરી
* હાલોલ મુસ્લિમ એકતા સમિતિ દ્વારા શોભાયાત્રા નું પુષ્પવર્ષા થી સ્વાગત કરી ઠંડાપીણા તથા પાણી ની વયવસ્થા કરાઈ
* ભાઇચારા અને કોમીએકતા ના દર્શન સાથે શાંતિપૂર્ણ માહોલ માં રામલલ્લાની શાહી સવારી નગરમાં ફરી

Advertisement

Trending

Exit mobile version