Editorial
પ્રો. રાજેશભાઈ કારિયાની INO સંસ્થામાં આણંદ જિલ્લાના સેક્રેટરી તરીકે વરણી..
આંતરરાષ્ટ્રીય નેચરોપથી ઓર્ગેનાઈઝેશન ( INO ) એક નોન પ્રોફિટેબલ સંસ્થા છે. સમગ્ર વિશ્વમાં ઘણી બધી જગ્યાએ ફેલાયેલ છે. લોકોની સ્વાસ્થ્યની સુખાકારી માટે પ્રવૃતિઓ કરે છે, જેના કાર્યકર્તાઓ સક્રિય રહી કુદરતી ઉપચારો, યોગ સંબંધિત કાર્યક્રમો યોજી લોકોમાં કુદરતી ઉપચારો અંગે જાગૃતિ ફેલાવે છે અને એ દ્વારા વિશ્વના લાખો માનવીઓ સુધી પહોંચી
જનકલ્યાણના કાર્ય કરી રહ્યા છે.
આ સંસ્થાની આણંદ જિલ્લાની કમિટી બની છે. આ ઈન્ટરનેશનલ નેચરોપથી ઓર્ગેનાઈઝેશન, આણંદ જિલ્લાના પ્રમુખ યોગ સેવક ડો. જયનાબેન પાઠક કાર્યરત છે. આણંદ જિલ્લાની કમિટી માટે જાણીતા સમાજસેવક અને યોગ કાર્યકર્તા પ્રો. રાજેશભાઈ કારિયાની સેક્રેટરી તરીકે પસંદગી કરી છે. એમની સમગ્ર ટીમ આગામી સમયમાં અનેક લોકોપયોગી કાર્યોક્રમો કરી સંસ્થાની પ્રવૃતિઓ ઘરે ઘરે પહોંચાડી નેચરોપથી માટે જાગૃતિ ફેલાવશે.
આ તકે નોંધનીય છે કે પ્રો. રાજેશભાઈ કારિયા છેલ્લા ત્રીસેક વર્ષોથી ગૌ સેવા, વૃ્દ્ધાશ્રમ, દિવ્યાંગો માટે , ગરીબ વિદ્યાર્થીઓ ફી સહાય, અસહાય દર્દીઓ માટે કામ કરતી અનેક સંસ્થાઓ સાથે તેમજ વ્યક્તિગત રીતે પણ ઘણું કામ કરી રહ્યા છે.