Gujarat

ગ્લુટ્રેપ (ઉંદર પકડવાની જાળ)ના ઉત્પાદન,વેચાણ તથા ઉપયોગ પર પ્રતિબંધ

Published

on

ગ્લુટ્રેપ (ઉંદર પકડવાની જાળ)ના ઉત્પાદન,વેચાણ તથા ઉપયોગ પર પ્રતિબંધ

બજારમાં મળતાં ગ્લુટ્રેપ જેને ગ્લુ-બોર્ડ અથવા સ્ટીકી ટ્રેપ તરીકે પણ ઓળખવામાં આવે છે. જેનો ઉંદરો પકડવા માટે ઉપયોગ કરવામાં આવે છે. જયારે ઉંદર ગ્લુટ્રેપ વાળી સપાટી ઉપર ચાલે છે ત્યારે તે ગુંદરની જાળમાં ચોંટી જાય છે. પછી અનેક પ્રયત્નો કરવા છતાં તે ગ્લુટ્રેપમાંથી મુક્ત થઇ શકતો નથી અને ગ્લુટ્રેપમાં લાંબા સમયગાળા સુધી ચોંટી રહે છે જ્યાં તેને ખોરાક અને પાણી ન મળતાં ભૂખે અને તરસે લાંબો સમય રીબાઈને અંતે મૃત્યુ પામે છે.

Advertisement

ઉંદરોનું નિયંત્રણ જરૂરી છે, પરંતુ નિયંત્રણ કરવાની પદ્ધતિ આવી ક્રૂર ન હોવી જોઈએ. સંયુકત પશુપાલન નિયામક, ગુજરાત પ્રાણી કલ્યાણ બોર્ડ, ગાંધીનગરના નોટીફીકેશન (નામ. ગુજરાત હાઈકોર્ટમાં થયેલ writ petition PIL 28/2024) સંદર્ભે ઉંદર પકડવાની જાળ (ગ્લુટ્રેપ) ના ઉત્પાદન, વેચાણ તથા ઉપયોગ પર પ્રતિબંધ છે. જે અંતર્ગત પ્રાણી ક્રુરતા અધિનિયમ -૧૯૬૦ ની કલમ ૧૧ મુજબ કોઈ પણ પ્રાણીની બિન જરૂરી પીડા,વેદના ન આપવા અંગે જોગવાઈ કરવામાં આવી છે. જે અન્વયે પંચમહાલ જિલ્લામાં ઉકત જોગવાઈનું ચુસ્તપણે અમલ કરવાનું સુનિશ્ચિત કરેલ છે.

ઉંદરોની વસ્તી નિયંત્રણ માટે અત્યંત ક્રુર પદ્ધતિ ના અપનાવવા ઉંદર પકડવા સારુ વિવિધ સાધન સામગ્રીના ભાગરૂપે વપરાતા ગ્લુટ્રેપના ઉત્પાદન વેચાણ અને ઉપયોગ કરવા ઉપર પંચમહાલ જિલ્લામાં પ્રતિબંધ ફરમાવવામાં આવે છે.

Advertisement

ઉકત સુચનાઓનો ભંગ કરનાર સાથે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત જાહેર જનતાને ગ્લુટ્રેપનો ઉપયોગ ન કરવા ખાસ અનુરોધ કરવામાં આવે છે. તેમ સભ્ય સચિવ-વ-નાયબ પશુપાલન નિયામક,જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી,પંચમહાલએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે.

Advertisement

Trending

Exit mobile version