Kheda
ખેડા જિલ્લાના પ્રજ્ઞાચક્ષુ ડાંસ કલાકાર નો વિદેશ માં ડંકો
ગુજરાતનું નામ વિશ્વ ફલક ઉપર પ્રજ્ઞાચક્ષુ દિવ્યાંગ કલાકાર દ્વારા આંતરરાષ્ટ્રીય ડાન્સ ફેસ્ટિવલ માં પ્રજ્ઞાચક્ષુ કલાકાર દ્વારા પોતાનું સપનું સાકાર કર્યું.ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના સેવાલિયા ગામના તુષાર વર્ગમાં પ્રજ્ઞાચક્ષુ કલાકાર દ્વારા આંતરરાષ્ટ્રીય ડાંસ ફેસ્ટિવલમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું આર્થિક પરિસ્થિતિ નબળી હોવા છતાં પોતાનું જીવન જીવી રહેલ જેમને ડાન્સ ગરબા સાંસ્કૃતિક કાર્યક્રમમાં રસ વધારે હતો પ્રજ્ઞાચક્ષુ હોવા છતાં રસને આગળ વધારવા કહેવાય છે ગુરુ વગર જ્ઞાન નહીં……એવા તુષારભાઈ ના પથ દર્શક ગુરુ વી.એમ.ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટ સંસ્થા દ્વારા કપડવંજ જે દિવ્યાંગ બાળકો માટે કાર્યરત છે તે સંસ્થાના નિસ્વાર્થ ભાવે સેવાભાવી શિક્ષિકા જે દિવ્યાંગ બાળકોના વિશિષ્ટ શિક્ષક છે.
છતાં પ્રજ્ઞાચક્ષુ તુષાર વર્મા ને 2004માં પરિસ્થિતિ પરિસ્થિતિ નબળી હોવા છતાં પણ ડાન્સ પ્રત્યેની હોબીને પ્રોત્સાહિત કરી વુગીવુગી સો ડાકોરમાં પ્લેટફોર્મ આપ્યું. ત્યારબાદ સંસ્થાના વાર્ષિક કાર્યક્રમમાં ડાન્સની પ્રેક્ટિસ તૈયારીઓ કરાવી કોસ્ચ્યુમ સાથે સ્ટેજ પર મોકલીને ઉત્સાહમાં વધારો કર્યો ત્યાંથી શરૂ કરી તુષાર વર્ગમાં તાલુકા થી લઈને નેશનલ લેવલન અને આંતરરાષ્ટ્રીય લેવલ સુધી વિદેશ થાઈલેન્ડ લઈ જવામાં સાથે રહ્યા ગુરુ શિષ્યનો નાતો અટુંટ રહ્યો દરેક પરિસ્થિતિમાં મોટીવેસન પુરું પાડી મીનાક્ષીબેન પંડ્યા દ્વારા તુષારભાઈના ફેમિલી એ મીનાક્ષીબેન પર વિશ્વાસ રાખીને મોકલ્યા છે.તુષારભાઈ વર્માને નૃત્ય કરતા જોઈને સમાજમાં અનેક દિવ્યાંગ જનોને પ્રોત્સાહન મળે અને આ રીતે આગળ વધે તો પણ ઘણા બધા લોકો એ એવું કીધું કે નાચવા કુંદવાનું ના શોભે ના કરાય એમાં કશું મળે નહીં અને ખાલી ટાઇમપાસ કહેવાય પણ તુષારભાઈ અડગ વિશ્વાસ અને આર્થિક રીતે નબળા હોવા છતાં તેઓ લોકોને કોમેન્ટને આંખ આડા કાન કરીને યથાર્થ પરિશ્રમ કરીને ખેડા જિલ્લા ગુજરાત ભારત અને થાઈલેન્ડ ની અંદર આંતરરાષ્ટ્રીય નૃત્ય ફેસ્ટિવલમાં ભાગ લઈ દેશનું નામ રોશન કર્યું છે.
તુષારભાઈ એ થાઈલેન્ડ ફેસ્ટિવલ શિવ તાંડવ અને ગણેશ વંદના પ્રસ્તુત કરી હતી વિદેશીઓના દિલ જીતી લીધા તુષાર વર્મા અને એમની સાથે બીજા ડાન્સ કરનાર મનો દિવ્યાંગ બાળકોને થાઈલેન્ડના ફેસ્ટિવલ ડિરેક્ટર દ્વારા સન્માન કરવામાં આવ્યા.આ ડાન્સ ટુર નું સમગ્ર આયોજન અમદાવાદની રંગસાગર પરફોર્મિંગ આર્ટસ નરેશ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું રંગસાગરમાં મુખ્ય ઉદ્દેશ્ય ભારતનું કલ્ચર આખા વિશ્વમાં પ્રમોટ કરવાનો છે અત્યાર સુધીમાં 56 આંતરરાષ્ટ્રીય કલ્ચર ટુર કરવામાં આવી છે. નરેશ પટેલ નું પણ સપનું હતું કે નોર્મલ બાળકો કલાકારોને લઈ જાઉં છું પણ મારે ડિસેબલ બાળકો કલાકારોને વિદેશમાં લઈ જવાનું સપનું આજ સાકાર થયું છે. આ ડાન્સ ટુરમાં વી.એમ.ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટ કપડવંજ સંચાલિત ગળતેશ્વર તાલુકાના બાળકો ટીચર અને અમદાવાદની નવજીવન સંસ્થાના દિવ્યાંગ બાળકો અને વાલીઓ સાથે આવ્યા હતા કહેવાય છે કે કોશિશ કરને વાલો કી કભી હાર નહીં હોતી એ કહેવત આજે એક પ્રજ્ઞાચક્ષુ કલાકારે સાકાર કરી છે.સુ
(પ્રતિનિધિ રીઝવાન દરિયાઈ ખેડા: ગળતેશ્વર)