Dahod

આદિવાસી સમાજના હિતેશ રાવતને સંયુક્ત કમિશનર તરીકે પ્રમોસન

Published

on

(પંકજ પંડિત દ્વારા)

* કેમિસ્ટ એસોસીએશન , મિત્ર વર્તુળ , પરિવારજનો અને આદિવાસી સમાજમાં ખુશી છવાઈ ગઈ

Advertisement

હાલ ઝાલોદ નગરના નિવાસી એવા હિતેશ.એલ.રાવત ગાંધીનગરમાં ખોરાક અન ઔષધ નિયમન તંત્ર ખાતે નાયબ કમિશનરના હોદ્દા પર ફરજ બજાવતા હતા. તેઓની આજ રોજ તારીખ 07-10-2023 ના રોજ સંયુક્ત કમિશનર તરીકે પ્રમોસન મળતા નગરમાં રહેતા તેમના પરિવારજનો, મિત્રો અને મેડિકલ એસોસિએશન અને આદિવાસી સમાજમાં ખુશીની લહેર વ્યાપી ગઈ હતી. ઝાલોદ તાલુકાના આદિવાસી પરિવારના હિતેશ રાવત ઉચ્ચ અધિકારી તરીકે પ્રમોસન મળતા તેમના સમાજમાં ખુશીની લહેર વ્યાપી ગઈ હતી.

હિતેશ.એલ.રાવત ઝાલોદ ગામમાં બી.એમ.હાઇસ્કૂલમા અભ્યાસ કરી ભણતર ને જીવન બનાવી સંયુકત કમિશનર બનેલ છે જેથી તેમણે મન હોય તો માળવે જવાયની કહેવત ને સાર્થક કરેલ છે ભણવા માટે મોટી મોટી સ્કૂલોની જરૂર હોતી નથી તેના માટે દ્રઢ સંકલ્પ હોવો જોઈએ તે વાત હિતેશ.એલ.રાવતના કિસ્સામાં સાર્થક થતી હોય તેમ લાગે છે. ભણતર સાથે તેઓને ક્રિકેટ રમવાનો પણ રુચિ હતી. તેઓએ પરમ મિત્ર હરીશ કલાલ સાથે ક્રિકેટ ટીમ બનાવી રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં જઈ ઉચ્ચસ્તરે ક્રિકેટ રમી ચુકેલ છે તેઓ ડાબોડી બેટ્સમેન સાથે ખૂબ સરસ વિકેટ કિપર હતા તેથી તેમની સરખામણી તે જમાનાના ઓસ્ટ્રેલિયાના વિકેટ કિપર ડુઝોન તરીકે ઓળખાતા હતા. આજની આ ખુશી વ્યક્ત કરવા તેમના મિત્ર એવા હરીશ કલાલની ક્રિકેટ ટીમ દ્વારા મીઠાઈ વહેંચી તેમજ ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરવામાં આવી હતી. કેપ્ટન હરીશ કલાલ સાથે રમી હિતેશ.એલ.રાવત કેટલાય ક્રિકેટ કપ જીતીને લાવેલ છે.તેથી તેમની જૂની ક્રિકેટ ટીમના સહુ લોકોને હિતેશ.એલ.રાવત પ્રત્યે માન સન્માન અને પ્રેમ વધુ છે.

Advertisement

હિતેશ.એલ.રાવત ઉચ્ચ અધિકારીની સાથે ધાર્મિક પ્રવૃત્તિમાં પણ ખૂબ આસ્થા ધરાવે છે. નગરમાં થતા ધાર્મિક પ્રસંગોમાં તેઓ ઉદાર દિલથી સહકાર કરતા હોય છે. નગરના દરેક સોશિયલ મીડિયાના ગ્રુપોમા તેમને અભિનંદન આપતા મેસેજ ફરતા જોવા મળતા હતા. તેમના નિર્મળ અને સૌમ્ય સ્વભાવને લઈ નગરના સહુ લોકોના દિલમાં તેઓ અલાયદું સ્થાન ધરાવે છે.

ઝાલોદ નગરના મેડિકલ એસોસીએશન દ્વારા પણ હિતેશ.એલ.રાવતને સંયુક્ત કમિશનર તરીકે પ્રમોસન મળતા ખુશીની લહેર વ્યાપી ગઈ હતી. નગરના સહુ કેમિસ્ટ એસોસિએશનના સભ્યો સાથે હિતેશ રાવત એક અધિકારી રીતે પ્રમાણિક રીતે સાચી દિશામાં કામગીરી કરતા હોય તેવા સહુ લોકો સાથે તેઓ એક મિત્ર તરીકે સાચી દિશામાં સત્ય હોય તેવું માર્ગદર્શન આપતા રહેતા હોય છે. તેથી નગરના કેમિસ્ટ એસોસિએશના પ્રમુખ ગોરઘન પટેલ, ઉપપ્રમુખ ભુપેન્દ્ર પટેલ, મંત્રી કમલેશ અગ્રવાલ, સહમંત્રી જવાહર અગ્રવાલ દ્વારા હિતેશ.એલ.રાવતને અભિનંદન સાથે હવે જલ્દી કમિશનર તરીકે તેઓ પ્રમોસન મેળવે તેવી શુભકામનાઓ પાઠવવામા આવેલ હતી.

Advertisement

Trending

Exit mobile version