Connect with us

Gujarat

ઘોઘંબા ખાતે દિવ્યાંગ લાભાર્થીઓ માટે કૃત્રિમ સાધન સહાય વિતરણ કાર્યક્રમ યોજાશે

Published

on

કુલ ૨૮૩ દિવ્યાંગ લાભાર્થીઓને રૂ.૩૨ લાખની સહાયના ૩૯૦ જેટલા સાધન સહાય અને કૃત્રિમ અંગનું વિતરણ કરાશે

___

Advertisement

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિન નિમિતે ૧૭ સપ્ટેમ્બરના રોજ ભારત સરકાર સામાજીક અને ન્યાય અધિકારીતા વિભાગની એડીપ યોજના હેઠળ પંચમહાલ જિલ્લાના એસ્પીરેશનલ તાલુકા ઘોઘંબા ખાતે દિવ્યાંગ લાભાર્થીઓને કૃત્રિમ સાધન સહાય વિતરણ કાર્યક્રમ યોજવામાં આવશે.

પંચમહાલ જિલ્લા વહિવટી તંત્ર તથા જિલ્લા સમાજ સુરક્ષાની કચેરી તથા એલીમ્કો-ઉજજૈનના સહયોગથી તારીખ ૧૭/૦૯/૨૦૨૪ ના રોજ સવારે ૧૦ કલાકે સ્વામીનારાયણ મંદિર, કણબી પાલ્લી, ઘોઘંબા ખાતે પ્રમુખ, જીલ્લા પંચાયત, સાંસદ સભ્ય,પંચમહાલ તથા છોટાઉદેપુર તથા તમામ ધારાસભ્યઓની ગરીમામય ઉપસ્થિતિમાં એસ્પીરેશનલ તાલુકા ઘોઘંબાના દિવ્યાંગ લાભાર્થીને વિનામુલ્યે સાધન સહાય /કૃત્રિમ અંગ વિતરણ કાર્યક્રમનું આયોજન કરાશે.

Advertisement

આ કાર્યક્રમમાં ૭ ડિસેમ્બર ૨૦૨૩ ના રોજ CHC ઘોઘંબા ખાતે શારીરીક મુલ્યાંકન કેમ્પમાં હાજર રહી પોતાનું રજીસ્ટ્રેશન કરાવેલ હતુ તે તમામ દિવ્યાંગ ભાઇ-બહેનોને તારીખ ૧૭/૦૯/૨૦૨૪ ના રોજ કાર્યક્રમમાં હાજર રહી પોતાનુ સાધન મેળવી લેવા વિનંતી કરાઈ છે.

સદર કેમ્પમાં ઘોઘંબા તાલુકાના કુલ ૨૮૩ દિવ્યાંગ લાભાર્થીઓને ૩૯૦ જેટલા સાધન સહાય અને કૃત્રિમ અંગનું વિતરણ કરવામાં આવશે, અંદાજીત રકમ ૩૨ લાખની સહાયના સાધનો આપવામાં આવશે તેમ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી ગોધરા- પંચમહાલએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે.

Advertisement
Continue Reading
Advertisement
error: Content is protected !!