Gujarat

વાયરલ એન્સેફાલીટીસ (ચાંદીપુરા) વાયરસથી પોતાના બાળકોને બચાવો

Published

on

બાળકોને શક્ય હોય ત્યાં સુધી ખુલ્લા શરીરે ઘરની બહાર આંગણામાં (ધૂળમાં) રમવા દેવા નહીં

છેલ્લા થોડા સમયથી રાજયના જુદા-જુદા જિલ્લાઓમાં વાયરલ એન્સેફાલીટીસ (ચાંદીપુરા) વાયરસના ચેપ/સંક્રમણના કારણે નાના બાળકો ખાસ કરીને ૯ મહિનાથી ૧૪ વર્ષ સુધીના બાળકોના મરણ થયેલ છે. એટલે કે ચાંદીપુરા વાયરસે ગુજરાત રાજ્યમાં પ્રવેશ કરી દીધો છે. વડોદરા જિલ્લામાં ચાંદીપુરા વાયરસથી સંક્રમિત થયો હોય તેવો એકપણ દર્દી નોંધાયેલ નથી. પણ તેની અગમચેતીના ભાગરૂપે જિલ્લાના પ્રજાજનોમાં કોઇ ભય ન ફેલાય તે માટે આરોગ્ય વિભાગ દ્વારા લોકોને સાવચેતીના પગલાં લેવા જણાવાયું છે.

Advertisement

શું છે ચાંદીપુરા વાયરસ?

આ એક RNA વાયરસ છે. તેના સંક્રમણથી દર્દી મગજ (એન્સેફાલીટીસ) નો શિકાર થાય છે. આ વાયરસના ફેલાવવા માટે સેન્ડફલાય (માખી) જવાબદાર છે. અને આ વાયરસ ૯ માસ થી ૧૪ વર્ષ સુધીના બાળકોને પ્રભાવિત કરે છે.

Advertisement

 

ચાંદીપુરા વાયરસના લક્ષણો

Advertisement

અ. બાળકને સખત તાવ આવવો

બ. ઝાડા થવા

Advertisement

ક.  ઉલટી થવી

ડ. ખેંચ આવવી

Advertisement

ઈ. અર્ધબેભાન કે બેભાન થવું.

 

Advertisement

ચાંદીપુરા વાયરસના ચેપથી બચવા શું કરવું?

૧. બાળકોને શકય હોય ત્યાં સુધી ખુલ્લા શરીરે ઘરની બહાર આંગણામાં(ધૂળમાં) રમવા દેવા નહી.

Advertisement

૨. બાળકોને જંતુનાશક દવાયુકત મચ્છરદાનીમાં સૂવડાવવાનો આગ્રહ રાખવો.

૩. સેન્ડ ફલાયથી બચવા ઘરની અંદર તથા બહારની દિવાલોની તિરાડો, છિદ્રોને પુરાવી દેવા.

Advertisement

૪. મચ્છર-માખીઓનો ઉપદ્રવ અટકાવવા સમયસર જંતુનાશક દવાનો છંટકાવ કરાવવો.

જો ઉપર જણાવેલા લક્ષણો દેખાય તો નજીકના સરકારી દવાખાને દર્દીને તાત્કાલિક લઇ જઇ સારવાર કરાવવી.

Advertisement

આ ચાંદીપુરા વાયરસથી ૯ માસ થી ૧૪ વર્ષ સુધીના બાળકો સંક્રમિત થતા હોય છે.

કેન્દ્ર તથા રાજય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા મળેલ સૂચનાઓ મુજબ વાયરલ એન્સેફાલીટીસ (ચાંદીપુરા) વાયરસ રોગના નિયંત્રણ અને અટકાયતી કામગીરીના અગમચેતીના ભાગરૂપે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા એપીડેમીક મેડીકલ ઓફિસરએ વિસ્તૃત ચર્ચા કરી વડોદરા જિલ્લાની ખાનગી/સરકારી હોસ્પિટલમાં કોઇ કેસ જણાય તો તાત્કાલિક જિલ્લા કક્ષાએ જાણ કરવા અપીલ કરી છે. વધુમાં અગમચેતીના ભાગરૂપે પણ જિલ્લાના તમામ આરોગ્ય કેન્દ્રના તબીબોને પણ આ રોગની ગાઇડલાઇન અને રિપોર્ટિંગ બાબતે જાણ કરી જરૂરી અમલવારી કરવા સૂચના આપવામાં આવી છે.

Advertisement

 

 

Advertisement

Trending

Exit mobile version