Uncategorized
સાવલી માં અમિત શાહ મુર્દાબાદનાં નારા સાથે વિરોધ, ભીમ આર્મી સેવકો ની અટકાયત
(સાવલી)
સાવલી માં ભીમ આર્મી સાવલી દ્વારા કેન્દ્રીય હોમ મિનિસ્ટર અમિત શાહ નાં ના નિવેદન સામે વિરોધ પ્રદર્શન કરીને નારે બાજી કરીને રાજીનામાની માંગ કરી હતી
ગૃહ મંત્રી અમિત શાહના બાબા સાહેબ વિરુદ્ધ વિવાદિત ટિપ્પણી વિશે સમગ્ર ભારતમાં ભારે રોષ ફેલાયો છે સંસદ માં અમિત શાહ દ્વારા બાબા સાહેબ આંબેડકર ઉપર કરેલ કથિત ટિપ્પણી નાં અનુસંધાનમાં તેના પડઘા સાવલી ખાતે પણ પડ્યા હતા અને વિરોધ નોંધાયો હતો આજરોજ ભીમ આર્મી સેના દ્વારા અમિત શાહ મુર્દાબાદ નાં નારા અને બેનરો સાથે સાવલી પોલીસ સ્ટેશન ની સામે સરદાર પટેલ સર્કલ પાસે ભીમ આર્મી એ વિરોધ પ્રદર્શન કર્યું હતું
જ્યારે અમિત શાહ નાં પૂતળા ને દહન કરવા જતા પોલીસે ભીમ આર્મી સેનાની જવાનોની અટકાયત કરી હતી અને દહન થતાં પેહલા જ સાવલી પોલીસે ભીમ આર્મી સેવકો ની કરી અટકાયત હતી આ મુદ્દે ગુજરાત ભીમ આર્મી ગુજરાત પૂર્વ ઉપાધ્યક્ષ મહેશ મકવાણા એ જણાવ્યું હતું કે સંસદ માં અમિત શાહ ની ટિપ્પણી નો દિવસ દેશના ઇતિહાસનો કાળો દિવસ છે અને જે પટલ પરથી ટિપ્પણી કરવામાં આવી છે એ જ જગ્યા એ થી માફી માગે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમનું રાજીનામું માંગે એવી અમારી માંગ છે