Connect with us

Chhota Udepur

હાઇવે નં ૫૬ ઉપર લુટારુંના આતંક ને પડકારી PSI એન.એમ.ભૂરીયાએ લુટારું ગેંગ ને પકડી પાડી

Published

on

PSI N.M.Bhooria, who challenged the terror of robbers on Highway No. 56, caught the robber gang.

પ્રતિનિધિ, કાજર બારીયા(અવધ એક્સપ્રેસ)

છોટાઉદેપુર અને મધ્યપ્રદેશને જોડતો નેશનલ હાઇવે નં ૫૬ ઉપર ગતરાત્રીના સમયે અલીણા ના તમાકુના વહેપારી લૂંટાઈ ગયો હતો. બોલેરો ગાડી માં આવેલાં લૂંટારાઓ ચાર લાખ રૂપિયા ની દિલધડક લૂંટ કરી રવાના થઈ ગયા હતા. સદર ઘટના ની જાણ થતાં સમગ્ર છોટા ઉદેપુર પંથકમા ચકચાર મચી ગઈ હતી . અત્રે ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર અને મધ્યપ્રદેશને જોડતો નેશનલ હાઇવે નં ૫૬ ઉપર પોતાની ગાડીમાં મધ્યપ્રદેશ થી છોટાઉદેપુર તરફ આવતા ખેડા જિલ્લાના તમાકુ ના વેપારી ને અજાણ્યા લૂંટારુઓ દ્વારા રૂપિયા ૪ લાખ ની લૂંટ કરવામાં આવી હતી. ખેડા જિલ્લાના અલીણા ગામ ના તમાકુનો વેપાર કરતા નૌશાદખાન પઠાણ અલીરાજપુર મધ્યપ્રદેશ થી પોતાની ગાડી લઇ પોતાના ગામ તરફ જવા નીકળ્યા હતા રાત્રીના ૧૦:૩૦વાગ્યા ના સુમારે તેઓ નેશનલ હાઇવે નં ૫૬ ઉપર ફેરકુવા બોર્ડર ક્રોસ કરી નાની સઢલી થી ચીસાડીયા વચ્ચે અજાણ્યા લૂંટારુઓ બોલેરો જીપ નં.GJ 34 H 4196 લઇ આવી પહોંચ્યા હતા . આ લૂંટારુઓ એ પોલીસ તરીકે ઓળખ આપી વેપારીની ગાડી રોકાવી હતી .અને વેપારી નૌશાદખાન પઠાણને લાકડીના ડિંગા વડે માર માર્યો હતો જયારે બીજા બે વ્યક્તિ એ ગડદાપાટુ માર મારી વેપારી પાસેથી તેનો મોબાઈલ તથા ગાડીમાં મુકેલા રૂપિયા ૪ લાખ ની લૂંટ ચલાવી હતી.

Advertisement

PSI N.M.Bhooria, who challenged the terror of robbers on Highway No. 56, caught the robber gang.

અને અંધારાનો લાભ લઇ ગાડી સાથે ભાગી છૂટ્યા હતા. ઈજાગ્રસ્ત વેપારીએ રંગપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. આજથી પંદરેક વર્ષ પહેલા સાંજ પછી છોટાઉદેપુર થી મધ્યપ્રદેશ જતા આ માર્ગ ઉપર જતા પ્રજાજનો ડરતા હતા. પરંતુ છોટાઉદેપુર અને મધ્યપ્રદેશ નું અલીરાજપુર જિલ્લા મથક બનતા બંને રાજ્યના પ્રજાજનોએ આ લૂંટફાટ નો ડર રહ્યો ન હતો. પરંતુ ફરીથી આ માર્ગ ઉપર એકાએક લૂંટ નો બનાવ બનતા પ્રજાજનોમાં ચકચાર મચી જવા પામી હતી. ચોવીસ કલાક વાહનો થી ધમધમતા આ માર્ગ ઉપર વેપારીની ગાડી આંતરી રૂપિયા ચાર લાખ ની લૂંટ થતા કોઈ જાણભેદુ હોવાની શંકા સેવાઈ રહી છે. જો કે પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને બોલેરો ગાડી અને ચાર શકમંદો ને પકડી લઇ વધુ તપાસ હાથ ધરી હતી.

PSI N.M.Bhooria, who challenged the terror of robbers on Highway No. 56, caught the robber gang.

Highwy 56 PSI N. M. Bhuriya

  • ખતરનાક ગેંગ સામે પડવુ જીવ ના જોખમ, છતાં પણ રંગપુર psi એન.એમ.ભૂરીયાએ લુટારુંનો સામનો કરી તમામને જેલ પાછળ ધકેલયા
  • હાઇવે નં ૫૬ ઉપર 56 ની છાતી ધરાવતા અધિકારી ઓજ ગુનેગારોને કાબૂ કરી શકે
  • અલીના ગામના વેપારી નૌશાદખાન પઠાણને લાકડીના ડિંગા વડે માર માર્યો હતો જયારે બીજા બે વ્યક્તિ એ ગડદાપાટુ માર મારી વેપારી પાસેથી તેનો મોબાઈલ તથા ગાડીમાં મુકેલા રૂપિયા ૪ લાખ ની લૂંટ ચલાવી હતી.
error: Content is protected !!