Panchmahal
વેજલપુર ના PSI સિંઘમે સળીયો ઉર્ફે સિદ્દીક ને ભુજ ની જેલના સળીયા પાછળ ધકેલ્યો
પંચમહાલ જિલ્લા ના વેજલપુરના ઉર્દુ સ્કૂલની બાજુમાં રહેતા ગૌ વંશ અને પોલીસ પરના હુમલા નો ગુનેગાર સળીયો ઉર્ફે સિદ્દીક ટપ ની અટકાયત કરી પાસા હેઠળ કચ્છ ભુજના પલારા જેલમાં મોકલી આપવામાં આવ્યો છે આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ જિલ્લા પોલીસવાળા દ્વારા ગૌ વંશ અને તેની હેરાફેરી કરતા ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટેની સૂચનાઓ આપતા હાલોલના ડીવાયએસપી તથા વેજલપુર પોલીસ સ્ટેશનના PSI
આર.આર.ગોહિલ દ્વારા પોલીસ ઉપરના હુમલામાં અને ગૌવંશ ની હેરાફેરી માં સંડોવાયેલા વેજલપુરના માથાભારે શખ્સ વિરુદ્ધ પશુ સંરક્ષણ અધિનિયમ તથા પોલીસ પરના હુમલા ના ગુનાઓના આધારે પાસાના પેપર તૈયાર કરી જિલ્લા મેજિસ્ટ્રેટ પંચમહાલનાઓને મોકલી આપતા તેઓ દ્વારા સદર દરખાસ્તને મંજૂર કરતા વેજલપુર પોલીસે બાતમીના આધારે ઉર્દુ સ્કૂલની બાજુમાં રહેતા સળીયો ઉર્ફે સિદ્દીક ટપની ધરપકડ કરી તાત્કાલિક કચ્છ ભુજની પલારા જેલમાં પાસા હેઠલ મોકલી આપવામાં આવતા વેજલપુર પંથકમાં ચર્ચા નો વિષય બનવા પામ્યો છે છેલ્લા ઘણા વખતથી પોલીસ પર અવારનવાર હુમલાઓમાં તથા ગૌવંશની હેરાફેરીમાં અનેક વખત પકડાયેલ ઉપરોક્ત ગુનેગાર વિરુદ્ધ આખરે પાશા પેપર્સ કરવા જિલ્લા પોલીસ વડાની સૂચના નો અમલ કરી કુખ્યાત ગુનેગારને પાસા હેઠળ ધકેલી દેવામાં આવ્યો છે પોલીસના આ પગલાથી અન્ય ગુનેગારો ના ફાફડાટ વ્યાપી ગયાનું જાણવા મળે છે
*સિંઘમની વધુ એક સિધ્ધી ગૌવંશ ની હેરાફેરી ના આરોપીને પાસા