Gujarat
કાયદામાં ફેરફાર અંગે કદવાલ પોલીસની લોકજાગૃતિ
(કાજર બારીયા દ્વારા)
આજથી પોલીસ તંત્રમાં સુવર્ણ યુગનો પ્રારંભ થવાં જઈ રહ્યો છે. અંગ્રેજો વખતના કાયદામાં ધરખમ ફેરફાર આજથી થઈ રહ્યા છે. આજનો દિવસ પોલીસ તંત્ર ઐતિહાસિક દિવસ હશે. ગુલામીની તમામ નિશાનીઓનો અંત લાવ્વા હેતુથી અંગ્રેજો દ્વારા ઘડવામાં આવેલા અને બ્રિટિશ સંસદ દ્વારા પસાર કરવામાં આવેલા ભારતીય દંડ સંહિતા, ૧૮૬૦, ફોજદારી કાર્યરીતિ સંહિતા, (૧૮૯૮), ૧૯૭૩અને ઇન્ડિયન એવિડન્સ એક્ટ, ૧૮૭૨ ને રદ કરીને ૩ નવા બિલ લાવવામાં આવ્યા છે. પહેલી જુલાઈ ૨૦૨૪ના સંપૂર્ણ ભારતમાં નવા ફોજદારી કાયદાઓ લાગુ થઈ રહ્યા છે.
જે અનુસંધાને આજરોજ કદવાલ પોલીસ દ્વારા ગઢ ભિખાપૂરા ગામે ગામજનોને જૂના ફોજદારી કાયદા આઇ.પી.સી, સી આર.પી.સી અને ઈન્ડિયન એવિડન્સ એક્ટની બદલે આજથી લાગુ પડતા ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સંરક્ષણ સંહિતા તેમજ ભારતીય સાક્ષ્યન સંહિતા ૨૦૨૩ વિષે વિસ્તૃત માહિતી આપી સમાજ ના અગ્રણીઓ ને નવા કાયદાની કલમ વિશે માહિતગાર કર્યા હતા, તેમજ આવનારા દિવસોમાં રથયાત્રા દરમ્યાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે, તે બબાતે પણ ચર્ચા કરવામાં આવી હતી. આ તકે કદવાલ પોલીસ સ્ટાફ સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.