Connect with us

Mahisagar

સંતરામપુર નગરપાલિકા નો વહીવટ લોકહિત માં નહીં થતો હોવાની લોકચર્ચા

Published

on

Public debate that administration of Santarampur municipality is not in public interest

સંતરામપુર નગરપાલિકા ને સરકાર દ્વારા મીની ફાયરફાયટર ની સુવિધા અપાયેલ પરંતુ આ ફાયરફાયટર જાળવણી ના અભાવે સંતરામપુર નગરપાલિકા ને આગ લાગે ત્યારે કુવો ખોદવો પડે તેવા ઘાટ સર્જાયા છે તાલુકા પંથક માં આકસ્મિક સંજોગોમાં ઉપયોગી એવું આ એકમાત્ર મીની ફાયર ફાયટર રીપેરીંગ નહીં કરાવાતા છેલ્લા કેટલાક મહીનાઓ થી બિનઉપયોગી અને મરમ્મત ની રાહ જોતો બંબો તસવીર માં નજરે પડે છે.
જેના કારણે નગરપાલિકા નો વહીવટ લોકહિત માં નહીં થતો હોવાનો એહસાસ નગરજનો અનુભવી રહ્યા છે.

Public debate that administration of Santarampur municipality is not in public interest

મીની ફાયરફાયટર બગડેલ હોઈ તેને તાત્કાલીક રીપેર કરાવવાની જરૂર છે પરંતુ નગરપાલિકા આવી ગંભીર બાબત ને ધ્યાન માં લેતુ નથી બિનજવાદાર વહીવટ ને કારણે ગતરાત્રે નગરના કોલેજ રોડ ઉપર આવેલ ગાંધી હોન્ડા શો રુમ માં અચાનક આગ ફાટી નીકળતાં ફાયરફાયટર ની લેટલતીફી ના કારણે આગ વધુ પ્રસરેલ અને કરોડો રૂપીયાની માલમિલ્કત ને નુકશાન પહોચ્યુ હતું

Advertisement

Public debate that administration of Santarampur municipality is not in public interest

ગતરાત્રે આગના બનાવ ની જાણ પ્રથમ સંતરામપુર નગરપાલિકા માં જાણ કરવામાં આવી હતી ત્યારે જવાબદાર તંત્ર નો ફાયરફાયટર બગડેલ હોવાનુ જણાવી જવાબદારી માથી હાથ ખંખેરી નાખ્યા હતા પાલિકાએ બનાવની ગંભીરતા થી નોંધ લઈ પાણી ના ટેંકરો દ્વારાં પાણી ધટના સ્થળે પોંહચાડવા પ્રયાસ કયોઁ હોત તો પણ આગ બુઝાવવા માં મદદ રૂપ થાત. પરંતુ માનવતા વિસરીગયેલ તંત્ર મૂક પ્રેસક બની રહ્યું

નરસીંગપુર ના પાણી ના ખાનગી ટેંકરો ના માલીકે બનાવની ગંભીરતા ધ્યાને લઈ પાણી ના ટેંકરો મોકલી પાણી આગના સ્થળે પોંહચાડવા પ્રયાસ કયોઁ હતો જો હજુ પણ નગર પાલિકાનુ ફાયર તંત્ર સમયસર નહીં જાગેતો આગ ના કારણે વધુ નુકશાન નગરજનોને ભોગવવું પડે તેવી પરિસ્તીથી સર્જાશે
અહેવાલ તસ્વીર:-/સલમાન મોરાવાલા સંતરામપુર

Advertisement
error: Content is protected !!