Panchmahal
પંચમહાલ જિલ્લાના નગરપાલીકા વિસ્તારોમાં સફાઈની કામગીરી કરતા સફાઈકર્મી નું જાહેરમાં સન્માન

સમગ્ર દેશમાં “સ્વચ્છતા હી સેવા” અભિયાનની સફાઈ ઝુંબેશ પૂરજોશમાં ચાલી રહી છે. ‘સ્વચ્છતા હી સેવા’ ઝુંબેશને સફળ બનાવવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશવાસીઓને આહવાન કર્યું છે,ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશાનિર્દેશો હેઠળ રાજ્યભરમાં આગામી બે મહિના સુધી સ્વચ્છતા હી સેવા અભિયાનનું આયોજન કરવામાં આવ્યુ છે.
પંચમહાલ જિલ્લામાં સ્થિત નગરપાલીકા વિસ્તારોમાં નિયમિત સફાઈ ઝુંબેશ હાથ ધરતા સફાઈકર્મીઓનો ફાળો મહત્વપૂર્ણ રહેલો છે.સફાઈકર્મી મિત્રો આખા વર્ષ દરમિયાન સફાઈ કરતા હોય છે.જેમાં ગટર સફાઈ થી લઈને જાહેર સ્થળોની સફાઈ માટે સફાઈકર્મી મિત્રો હરહંમેશા તૈયાર રહેતા હોય છે.
ગોધરા અને કાલોલ નગરપાલીકા વિસ્તારમાં શ્રેષ્ઠ કામગીરી કરતા સફાઈ મિત્રોનું “સફાઈ મિત્ર સુરક્ષા શિબિર” અંતર્ગત પ્રમાણપત્ર આપીને જાહેરમાં સન્માન કરીને પ્રોત્સાહિત કરાયા હતા.
પંચમહાલ જિલ્લામાં તા.૧૫ ઓકટોબર ૨૦૨૩ના રોજ “સ્વચ્છતા હી સેવા” અભિયાન અંતર્ગત મોરવા હડફ તાલુકાના સંતરોડ ખાતે બસ સ્ટેશન અને રેલવે સ્ટેશનની સફાઈ ઝુંબેશનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં હાથ ધરવામાં આવશે.