Ahmedabad
પૂજ્યશ્રી ડોક્ટર વાગીશ કુમારજી મહારાજ શ્રી નું આન બાન શાન સાથે રંગારંગ સ્વાગત
અમદાવાદ –મહેસાણા ખાતે પૂજ્યશ્રી ડોક્ટર વાગીશ કુમારજી મહારાજ શ્રી નું આન બાન શાન સાથે રંગારંગ સ્વાગત.પૂ શ્રી નો ભવ્યાતિભવ્ય યાદગાર અભિવાદન સમારોહ યોજાયો.
વૈષ્ણવો ના હદયસ્થ શુદ્ધાદ્વૈત તૃતીય પીઠાધીશ્વર કાંકરોલી નરેશ પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી ડોક્ટર વાગીશ કુમારજી મહારાજ શ્રી મહેસાણા ખાતે દ્વિદિવસીય કાર્યક્રમ શ્રીજી ના અલૌકિક મનોરથ શ્રીમદ ભાગવત કથા નો પ્રારંભ, નંદ મહોત્સવ,કુનવારો, બ્રહ્મ સંબંધ દીક્ષા આમ્ર કુંજ મહોત્સવ ,ભજન સંધ્યા, પુસ્તક વિમોચન જેવા વિવિધ કાર્યક્રમો યોજાયા હતા.પૂ.શ્રી નું સમગ્ર મહેસાણા પંથક વૈષ્ણવ સમાજ દ્વારા સામૈયા સ્વરૂપે બેન્ડવાજા સાથે બગીમાં બિરાજમાન કરીને આજ વલ્લભ પધાર્યા અમારે આંગણે આજ આનંદની લહેર ઠેર ઠેર પુષ્પોની અમી વર્ષા ઉષ્મા ભેર સ્વાગત પૂજ્યશ્રી ના કરકમલો દ્વારા શ્રીમદ ભાગવત કથાનો મંગલદીપ પ્રાગટ્ય કરી વચનામૃત કરીને શ્રીમદ ભાગવત એ સાક્ષાત પ્રભુ ગોવર્ધન સ્વરૂપ છે.
એમ જણાવ્યું. ત્યારબાદ કમળા બા હોલ સાર્વજનિક સ્કુલ ખાતે પૂ શ્રી ડો વાગીશકુમારજી મહારાજ શ્રી નો ભવ્યાતિભવ્ય અભિવાદન સમારોહ રાજ્યસભાના સાંસદ જુગલજી ઠાકોર,વડનગરના સમાજ સેવક સામાજિક કાર્યકર સોમાભાઈ મોદી, દૂધસાગર ડેરીના ચેરમેન અશોકભાઈ ચૌધરી , જિલ્લા પ્રમુખ વર્ષાબેન પટેલ નાયક દિલીપભાઈ ત્રિવેદી કાનજીભાઈ દેસાઈ કૌશિકભાઇ વ્યાસ સહિત મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા સ્મૃતિ
ચિન્હ મોમેન્ટો, સાલ ઓઢાડી ભવ્યથી ભવ્ય યાદગાર અભિવાદન સમારોહ યોજાયો. વલ્લભાધીશ કી ના જય જય ધોષ સાથે મહેસાણામાં સાક્ષાત વલ્લભ પધાર્યા હોય તેવો માહોલ જોવા મળ્યો. મહેસાણા નગર દ્વિ દિવસીય વૈષ્ણવો અને આમ જનતામાં ભક્તિનો માહોલ સાથે કાંકરોલી ધામ માં ફેરવાયું.