National

મોદી સરનેમ મામલે માનહાનિ કેસમાં રાહુલ ગાંધી પહેલા પુર્ણેશ મોદી સુપ્રીમ કોર્ટ પહોંચ્યા

Published

on

(સુનિલ ગાંજાવાલા સુરત)

રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિની ફરિયાદ દાખલ કરનાર બીજેપી નેતા પૂર્ણેશ મોદીએ સુપ્રીમ કોર્ટમાં કેવિયેટ દાખલ કરી છે. તેણે પોતાનો પક્ષ સાંભળવા માટે સુપ્રીમ કોર્ટને અપીલ કરી છે.7 જુલાઇના રોજ હાઇકોર્ટે રાહુલ ગાંધીની તેમની મોદી અટક પર ફોજદારી માનહાનિના કેસમાં તેમની દોષિત ઠરાવવાની અરજીને ફગાવી દીધી હતી.ત્યારે આ મામલો સુપ્રીમ કોર્ટમાં જતાં પૂર્ણેશ મોદીએ કેવિયેટ દાખલ કરી છે.2019ની લોકસભા ચૂંટણી દરમિયાન કર્ણાટકમાં એક રેલી દરમિયાન રાહુલ ગાંધીએ મોદી સરનેમ પર ટિપ્પણી કરી હતી. આ ટિપ્પણી સામે ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદી દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેના આધારે ચાર વર્ષ પછી 23 માર્ચ 2023ના રોજ ગુજરાતની સુરત કોર્ટે રાહુલ ગાંધીને બે વર્ષની જેલની સજા ફટકારી હતી. ત્યારબાદ નીચલી અદાલતે પણ સુરત કોર્ટના આદેશને યથાવત રાખતાં રાહુલ ગાંધીએ હાઈકોર્ટના દરવાજા ખટખટાવ્યા હતા. જો કે હાઈકોર્ટે પણ તેમની સજાને સ્થગિત કરવાની માંગને ફગાવી દીધી હતી. ત્યારે હવે આ મામલે વધુ સુનાવણી સુપ્રીમ કોર્ટમાં થશે.

Advertisement

વાદી દ્વારા એક કેવિયેટ અરજી દાખલ કરવામાં આવે છે તેની ખાતરી કરવા માટે કે તેની સામે કોઈ પ્રતિકૂળ હુકમ સાંભળ્યા વિના પસાર ન થાય. ઘણી વખત, કેસમાં પ્રતિવાદીને માહિતી મળતી નથી અને કોર્ટ ઉપલબ્ધ તથ્યોના આધારે એકતરફી ચુકાદો આપે છે. આ સ્થિતિને ટાળવા માટે તંત્ર દ્વારા કેવિએટ લાવવામાં આવ્યું હતું. આમાં, પ્રતિવાદી પહેલેથી જ કોર્ટમાં અપીલ કરી ચૂક્યો છે અને કહે છે કે આ કેસમાં તેની પણ સુનાવણી થવી જોઈએ.

Advertisement

Trending

Exit mobile version