Connect with us

Gujarat

ગોધરા ખાતે જિલ્લા સૈનિક બોર્ડ તથા સમસ્યા નિવારણ સમિતિની ત્રિમાસિક બેઠક યોજાઈ

Published

on

આજરોજ પંચમહાલ જિલ્લા કલેકટર આશિષકુમારના અધ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરી,ગોધરા ખાતે જિલ્લા સૈનિક બોર્ડ તથા સમસ્યા નિવારણ સમિતિની ત્રિમાસિક બેઠક યોજાઈ હતી.

આ બેઠકના અધ્યક્ષ અને જિલ્લા કલેકટરે પંચમહાલ મહીસાગર અને દાહોદ જિલ્લાઓના સેવારત સૈનિકો/પૂર્વ સૈનિકો તથા તેઓના આશ્રિતોની સમસ્યાઓની સમીક્ષા કરાઈ હતી.બેઠકના સભ્યઓ તરફથી રજૂ થયેલ સૈનિક કલ્યાણ તથા પૂર્વ સૈનિકોને સંબંધિત વિવિધ મુદ્દાઓની રજૂઆત કરાઈ હતી.બેઠકમાં ચાલુ નાણાકીય વર્ષમાં ચૂકવવામાં આવેલ વિવિધ આર્થિક સહાય તથા એકત્રિત થયેલ ભંડોળ અંગે ચર્ચા કરાઈ હતી. બેઠકમાં જિલ્લા કલેકટરે જણાવ્યું હતું કે, સૈનિકો દેશનું ગૌરવ છે અને તેમને કોઈપણ પ્રકારની મુશ્કેલી ના પડે તે માટે તંત્ર તરફથી તમામ પ્રયત્નો કરવામાં આવશે.

Advertisement

અહી નોંધનીય છે કે, જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી,પંચમહાલ ખાતે ૩૦ જૂન ૨૦૨૪ની સ્થિતિએ  દાહોદ,પંચમહાલ અને મહીસાગર જિલ્લાના કુલ ૨૦૯૫ પૂર્વ સૈનિકો,૩૩૮ સ્વર્ગસ્થ સૈનિકોના ધર્મપત્નીઓ તથા ૬૯૬૧ આશ્રિતીનો નોંધણી કરવામાં આવી છે. રાજ્ય સૈનિક બોર્ડ તરફથી એપ્રિલ થી જૂન ૨૦૨૪ દરમિયાન કુલ ૧૮ કેસોમાં ૩,૧૯,૫૫૦ જેટલી સહાય ચૂકવવામાં આવી છે.જ્યારે ગત નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ દરમિયાન કુલ ૩૧ કેસોમાં રૂ. ૮,૫૩,૨૦૦ની આર્થિક સહાય ચૂકવાઇ છે. પંચમહાલ જિલ્લામાં વર્ષ ૨૦૨૩-૨૪ દરમિયાન સશસ્ત્ર સેના ધ્વજ દિન ભંડોળ અંતર્ગત કુલ ૭.૯૫ લાખનું ભંડોળ એકત્ર કરવામાં આવ્યું છે.

આજની બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી ડી.કે.બારીઆ સહિત કમિટીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement
Continue Reading
Advertisement
error: Content is protected !!