Uncategorized

રાષ્ટ્રપ્રેમી સાધુ ગોસ્વામી પંકજકુમારજી નો અવતરણ મહોત્સવ જીવન મૂલ્યોને ઉજાગર કરી રહ્યો છે

Published

on

(હાલોલ)

શ્રી ગોસ્વામી પંકજકુમારજી, જે અખંડ ભૂમંડળ આચાર્ય શ્રી મહાપ્રભુજીના વંશજ છે, તેમના અનન્ય જીવન મૂલ્યો અને સેવાકીય કાર્યોથી માનવતા માટે પ્રેરણારૂપ છે. તેઓ માત્ર રાષ્ટ્રપ્રેમી સાધુ જ નહીં, પરંતુ એક ઉત્તમ કલાકાર, ગૌમાતા પ્રેમી, સુંદર ગાયક, કુશળ નિર્દેશક, અને વૈષ્ણવ પરંપરાના શ્રેષ્ઠ કથાકાર છે. “પ્લીઝ સ્માઇલ” ના પ્રણેતા ગોસ્વામી પંકજકુમારજી ગરીબ બાળકો માટેની સેવા અને ગૌમાતા માટેની જાગૃતિમાં અનન્ય ઉદાહરણ પુરુ પાડે છે.

Advertisement

જ્યોતિબેન શાહના માર્ગદર્શન હેઠળ શ્રીના અવતરણ દિવસની દિવ્ય ઉજવણી ઐશ્વર્યા એપાર્ટમેન્ટમાં ભવ્ય રીતે યોજાઈ. આ પ્રસંગે વૈષ્ણવજનોની વિશાળ ઉપસ્થિતિમાં સંગીત, કથા, અને સત્સંગનો આનંદ અનુભવાયો. ગોસ્વામીજીના પ્રેરણાદાયી વિચારોથી સમગ્ર સભા ઓતપ્રોત થઈ ગઈ.

“વોકમેન ઑફ ઇન્ડિયા” અને કાશ્મીરથી કન્યા કુમારી સુધીના પદયાત્રી પ્રેરક નાયક રાજુ એમ. ઠક્કર દ્વારા ગોસ્વામી પંકજકુમારજીનું પુષ્પહાર અને વંદનાથી સન્માન કરવામાં આવ્યું. તેઓએ ભાવસભર  ગોસ્વામીજીના કાર્ય માટે ઊંડો આદર વ્યક્ત કર્યો અને તેઓને રાષ્ટ્ર અને ધર્મ માટેની દિવ્ય પ્રેરણા ગણાવી.

Advertisement

આ દીપાવલિ સમાન પ્રસંગે ગોસ્વામી પંકજકુમારજીના જીવનસંદેશને સમજૂતીથી સમજાવતા સમૂહે તેમના ઉદ્દેશોને અનુકૂળ જીવન જીવવાની પ્રતિજ્ઞા લીધી.

Advertisement

Trending

Exit mobile version