Gujarat

મોદી અટક પર ટિપ્પણી રાહુલ ગાંધીને ભારે પડી

Published

on

(પ્રતિનિધિ સુનિલ ગાંજાવાલા સુરત)
માનહાની કેસમાં રાજ્યસભાના સાંસદ અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દોષિત જાહેર થયા છે. IPCની કલમ હેઠળ મુજબ રાહુલ ગાંધી દોષિત જાહેર થયા છે. સુરત સેશન્સ કોર્ટ દ્વારા તેમને બે વર્ષની સજા ફટકારવામાં આવી છે. 2019 માં લોકસભા ચૂંટણી દરમિયાન એક વિવાદિત નિવેદન આપવાના મામલે સુરતમાં માનહાનિનો કેસ નોંધાયો હતો. બીજી તરફ રાહુલ ગાંધીના જામીન મંજૂર થઇ ગયા છે.

10 હજારના બોન્ડ પર રાહુલ ગાંધીને જામીન મળ્યા છે. રાહુલ ગાંધીને અપીલ કરવા માટે 1 મહિનાનો સમય આપવામાં આવ્યો છે.માનહાની કેસમાં રાહુલ ગાંધી આજે સુરત સેશન્સ કોર્ટમાં હાજર રહ્યા હતા. કોર્ટમાં તેમણે રજૂઆત કરી હતી કે, મારા નિવેદનથી કોઇને નુકસાન નથી થયું. કોઇને અપમાનિત કરવાનો મારો ઇરાદો ન હતો. હું ભ્રષ્ટાચાર સામે સતત અવાજ ઉઠાવતો રહું છું અને મારો ઇરાદો જરાય ખોટો નહોતો.

Advertisement

Trending

Exit mobile version