Gujarat
તોફાન સાથે આવેલા વરસાદે વિનાશ વેર્યો ઘરના પતરા તેમજ નળીયા ઉડ્યા: પરિવારો બેઘર
(પ્રતિનિધિ સિદ્ધરાજ ઠાકોર અસાણા)
બનાસકાંઠા જિલ્લાના સૂઈગામ તાલુકાના ઉચોસણ ગામે ગંઈકાલે સાંજના સમયે અચાનક પવન સાથે વરસાદ આવ્યો હતો જેમાં ઉચોસણ ગામના ખેતરોમાં રહેતા ખેડૂત પરીવાર ના ઘરના પતરા તેમજ નળીયા ઉડ્યા હતા જેમાં પરિવાર બેઘર બન્યો હતો ઉચોસણ ગામના ઠાકોર અમરતજી ભાવાજી પોતાના ઘરે હતા તે દરમિયાન આ વિસ્તાર માં ભારે પવન ફૂંકાયો અને ભારે વરસાદ આવતા ઘર ના પતરાં તેમજ નળીયા ઉડ્યા હતા જેમાં ખેડૂત પરિવાર ના ઘરમાં મુકેલ અનાજ તેમજ અન્ય જીવન જરૂરિયાત વસ્તુઓને ભારે નુકસાન પહોચતા ખેડૂત પરિવાર મુશ્કેલીમાં મૂકયો હતો તેમજ ગામના અન્ય ખેડૂતો ઠાકોર દુદાજી હિરાજી, રાઠોડ પ્રવીણભાઈ હરજીભાઈ ના ઘરના પતરા ઉડ્તા તેઓને પણ ભારે નુકશાન થયું હતું
બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં સાંજ ના સમયે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો જેમાં ભારે પવન સાથે વરસાદ આવતા વ્રુક્ષો તેમજ લાઈટના થાંભલા ધરાશાઈ થતાં વિજ પુરવઠો પણ ખોરવાયો હતો ભારે પવન અને વરસાદના કારણે સરહદી પંથકમાં ભારે નુકસાન થયા ના અહેવાલો સામે આવ્યા છે ત્યારે ગુજરાત સરકાર તાત્કાલિક અસર પામેલા ખેડૂતોની મુલાકાત લઈ તેઓને સહાય ચૂકવે જેથી ખેડૂત પરિવાર ના જીવનની ગાડી પાછી પાટા ઉપર આવી શકે