Panchmahal
પાલ્લા નદીના પટમાં છુપાયેલા બળાત્કારના આરોપીને રાજગઢ પોલીસે ઝડપી પાડ્યો

પંચમહાલ પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા રાજગઢ પોલીસને પોકસોના ગુનામાં નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવા સૂચનાઓ અપાય હતી તેના અનુસંધાને રાજગઢ પીએસઆઇ એમ.એલ.ગોહિલ તથા પોલીસ કર્મચારીઓ દ્વારા વિવિધ ટીમો બનાવી સતત વોચમાં હતા તે દરમિયાન રાજગઢ પીએસઆઇને બાતમી મળી હતી
કે તાજેતરમાં ઘોઘંબા તાલુકાના એક ગામમાં એક યુવતી ઉપર બળાત્કાર કરનાર આરોપી પાલ્લા નદીના પટમાં છુપાયેલો છે તે બાતમીના આધારે રાજગઢ પોલીસે તે વિસ્તારને કોર્ડન કરી યુક્તિ અજમાવી આરોપીને ઝડપી પાડ્યો હતો. આરોપી મહેન્દ્ર ઉર્ફે ધનજી પર્વત ડામોર રહે. વેલકોતરને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી ગોધરા મોકલી આપ્યો હતો