Dahod
ગુનાં આચરી નાસ્તા ફરતા બે આરોપી રાજગઢ પોલીસે ઝડપી પાડ્યા

(સુરેન્દ્ર શાહ દ્વારા”)
રાજગઢ પોલીસ સ્ટેશનની હદમાં લૂંટ અને બળાત્કારનો ગુનો આચરી વર્ષ 2001 થી નાસ્તો ફરતો આરોપી સુરેશ વીરસિંગ ભાભોર રહે સરસોડા રોડ ફળિયુ તાલુકા ગરબાડા જિલ્લા દાહોદ છેલ્લા 22 વર્ષથી નાસ્તો ફરતો ગુનેગાર અમદાવાદ ખાતે મજૂરી કરવા માટે ગયો હતો આ અંગેની બાતમી એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એનએલ દેસાઈને મળતા બાતમીના આધારે તેમના સ્ટાફ સાથે અમદાવાદથી 22 વર્ષથી નાસ્તો ફરતો આરોપીને ઝડપી પાડી રાજગઢ પોલીસને સોંપવામાં આવ્યો છે
તો બીજા નાસ્તા ફરતા આરોપી રાજગઢ પોલીસ સ્ટેશનના 2022 ipc કલમ 363 366 તથા પોક્સો અધિનિયમની કલમ 12 મુજબ આરોપી સંજય રડતીયા ભાઈ નાયક અપહરણ ના કેસમાં તેની સામે ફરિયાદ નોંધાઈ હતી જે ઓગસ્ટ 2022 થી નાસ્તો ફરતો હતો પોસઈ એમ.એલ।ગોહિલના માર્ગદર્શન અને સુચના હેઠળ કીર્તેશ કુમાર નટવરલાલ, રાહુલ કુમાર શંકરભાઈ તથા પાટુભાઈ ના ટીમવર્ક થી બાતમીના આધારે ઘોઘંબાના જુના બસ સ્ટેન્ડ પાસેથી આરોપીને ચારે બાજુથી ઘેરીને ઝડપી પાડ્યો હતો રાજગઢ પોલીસના બે નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવામાં જિલ્લા પોલીસને સફળતા મળી હતી