Gujarat

મોજશોખ પૂરા કરવા સોલાર પેનલ સ્ટ્રીટ લાઇટની ચોરી કરનાર યુવાનોને રાજગઢ પોલીસે ૮૫ હજારના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા

Published

on

ઘોઘંબા તાલુકાના ધનેશ્વર તથા ચંદ્રનગરમાં ગ્રામ પંચાયત તથા હાઇસ્કુલ સામેથી સોલાર પેનલ સ્ટ્રીટ લાઇટની ચોરી થઈ હોવાની ફરિયાદ રાજગઢ પોલીસ મથકે મહેન્દ્રસિંહ તખતસિંહ પરમારે નોંધાવી હતી તેના અનુસંધાને પંચમહાલ જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓએ આરોપીઓને પકડવા માટે રાજગઢ પોલીસને સુચના આપી હતી તેથી રાજગઢ પોલીસ સતર્ક બની પોતાના બાતમીદારોને કામે લગાડી આરોપીઓની સોધખોળ કરવા રાજગઢ પોલીસ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન રાજગઢ PSI આર.એસ. રાઠોડ બાતમી મળી હતી કે ધનેશ્વર તથા ચંદ્રનગરમાં સોલાર પેનલની ચોરી કરનાર ઈસમો જીંજરી ગામના છે તેથી રાજગઢ પોલીસ જીંજરી ગામે પહોચ્યા હતા ત્યાં પહોચતા કેટલાક 19 થી 23 વર્ષના યુવાનો શંકાસ્પદ હાલતમાં ઉભા હોય પોલીસે તેઓને પૂછપરછ કરતા તેઓએ ગલ્લા તલ્લા કર્યા હતા ત્યારબાદ તેઓને પોલીસ મથકમાં લાવી પૂછપરછ કરતા તેઓએ ધનેશ્વર તથા ચંદ્રનગરમાં ચોરી કરી હોવાની કબુલાત કરી હતી અને ચોરીનો માલ તેઓના ઘરમાં છુપાવ્યો હોવાનુ જણાવ્યુ હતુ

રાજગઢ પોલીસે આરોપીઓના ઘરે થી ચાર સોનાર પેનલ સ્ટ્રીટ લાઇટ જેની કિંમત રૂપિયા ૮૫ હજાર કબજે લઈ છ આરોપી કલ્પેશ કોચરભાઈ રાઠવા, મેહુલ પ્રવિણભાઈ રાઠવા, રોહિત બકાભાઇ રાઠવા, જશવંત બકાભાઇ રાઠવા, અશ્વિન બકાભાઇ રાઠવા, મહેશ ખુલસિંગ રાઠવા સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી.

Advertisement

અત્રે ઉલ્લેખનીય છે કે આધુનિક બાઈક અને મોંઘાદાટ મોબાઈલ તથા અન્ય મોજશોખ પૂરા કરવા માટે ચોરીના રવાડે ચડેલા છ યુવાનો 19 થી 23 વર્ષની વયના છે આટલી નાની વયમાં ગુનાહિત પ્રવૃત્તિઓ કરતા યુવાનોની વધતી જતી સંખ્યા સમાજ અને દેશ માટે ખતરા ની નિશાની છે

Advertisement

Trending

Exit mobile version