Connect with us

Gujarat

રાજગઢ પોલીસનો ધનેશ્વરમાં છાપો ટોળે વળેલા ત્રણ જુગારી ઓને રોકડ રકમ સાથે ઝડપી પાડયા

Published

on

ઘોઘંબા તાલુકાના ધનેશ્વર ગામના ફૂલવાડી ફળિયામાં ખુલ્લા ખેતરના છેડે કેટલાક ઇસમો જુગાર રમી રહ્યા હોવાની બાતમી રાજગઢ પોલીસને મળતા રાજગઢ પોલીસની ટીમ બાતમી વાળી જગ્યાએ છાપો મારીને ગંજીફાના પાનાં ટીચતા અને પૈસાની લેવડ દેવડ કરી જુગાર રમતા 3 ઈસમો ને ઝડપી પાડ્યા હતા.જ્યારે પોલીસ રેડ દરમ્યાન પત્તા પાનાંનો જુગાર રમતા ઈસમો માં નાસભાગ મચી જવા પામી હતી. પોલીસે 3 ઈસમો સાથે 5300 રૂ. અને પત્તા પાનાંનો મુદ્દામાલ જપ્ત કરી તમામ સામે કાર્યવાહી કરી છે.ઘોંઘબા તાલુકાના ધનેશ્વર ગામના ફૂલવાડી ફળિયા

પાસે ખુલ્લા ખેતરના છેડે કેટલાક ઈસમો ભેગા મળી જુગાર રમી રહ્યા હોવાની જાણ રાજગઢ પોલીસ ને થતા પોલીસે સ્ટાફ સાથે છાપો મારતા જે તે સ્થળે કેટલાક ઈસમો ટોળું વળી બેઠેલા જણાતા પોલીસે ચારે તરફ ઘેરો કરી છાપો મારતા જુગાર રમી રહેલા ત્રણ ઈસમોમાં લાલાભાઈ રામાભાઈ પરમાર, ગણપતભાઈ મયુરભાઈ ચૌહાણ અને રમેશભાઈ રતનસિંહ પરમાર નાઓ પોલીસના હાથે ઝડપાઇ જતા તમામ ને રાજગઢ પોલીસ મથકે લાવી તેઓની સામે જુગારધારા હેઠલ ગુનો નોંધ્યો હતો જ્યારે પોલીસે સ્થળ ઉપર અંગ જડતી અને દાવ ઉપર લગાવવમાં આવેલી રકમ 5300 રૂ. નો મુદ્દામાલ જપ્ત કરી તમામ સામે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement
Continue Reading
Advertisement
error: Content is protected !!