Gujarat
પ્રજાના સેવક બનેલા રાજગઢ PSIએ કાયદો વ્યવસ્થા સાથે બાળકીઓના આત્મ રક્ષણ માટે ઝુંબેશ ઉપાડી
ઘોઘંબા તાલુકાના રાજગઢ પોલીસ સ્ટેશનમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા આર.એસ. રાઠોડે આવતાની સાથે ઘોઘંબા નગરની વર્ષો જૂની ટ્રાફિકની સમસ્યા હલ કરતા નગરજનોમાં પ્રશંસાપાત્ર બન્યા હતા. પ્રજાની સેવા કરવાની નેમ સાથે પીએસઆઇ ઘોઘંબા તાલુકામાં આવેલ શાળાઓની મુલાકાત લઈ રહ્યા છે શાળામાં ભણતી વિદ્યાર્થીનીઓને આત્મ રક્ષણ માટે શું પગલાં લેવા જોઈએ જીવનમાં આગળ વધવા માટે પોતાનું ધ્યેય નક્કી કરી તે દિશા તરફ આગળ વધવું જોઈએ તેમજ યુવાનીમાં અન્ય આકર્ષણથી દૂર રહી પોતાનું જીવન સુધારવા માટે સમજ આપી હતી.
આજના યુવાન વિધર્થીનીઓ તથા વિધાર્થીઓ માર્ગદર્શનના અભાવે ખોટી દિશામાં જઈ પોતાનું જીવન બરબાદ કરતા હોય છે ત્યારે રાજગઢ પીએસઆઇ વિદ્યાર્થીનીઓ તથા વિદ્યાર્થીઓના માર્ગદર્શક બની સેવાનું એક ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડી રહ્યા છે આમ તો પોલીસ “સુરક્ષા સેતુ” અંતર્ગત અનેક સેવાકીય કાર્ય કરે છે પરંતુ રાજગઢ પીએસઆઇ જમ્યા બાદ આરામ કરવાનો સમય બાળકોને માર્ગદર્શન આપવામાં વિતાવે છે
રાજગઢ પોલીસના સ્ટાફ સાથે પીએસઆઇ પણ સતત રાત્રી તેમજ દિવસના પેટ્રોલિંગ કરી કાયદો અને વ્યવસ્થા જાળવી પોતાની ફરજ અદા કરે છે સાથે સાથે તાલુકાની શાળાઓમાં જઈ વિદ્યાર્થીનીઓને આત્મરક્ષાના પાઠ તથા કાયદાકીય માહિતીઓ પણ ઉપલબ્ધ કરાવી જીવનની ગાડીને સીધા રસ્તે ચલાવવા વિદ્યાર્થીનીઓને મનોબળ પૂરું પાડે છે રાજગઢ પીએસઆઇ આર એસ રાઠોડ પ્રજાના એક સાચા મિત્ર બની સેવાકીય કાર્યક્રમ થકી ટૂંક સમયમાં ઘોઘંબામાં લોકપ્રિય બન્યા છે