Gujarat

ખરખડી ગામે જુગારીઓના બાદશાહ સામે રાજગઢ PSIનો એક્કો: સાત શકુની જેલભેગા

Published

on

ઘોઘંબા તાલુકાના ખરખડી ગામના ખુલ્લા ખેતરમાં કેટલાક ઇસમો જુગાર રમી રહ્યા હોવાની બાતમી રાજગઢ પોલીસને મળતા રાજગઢ પોલીસની ટીમે બાતમી વાળી જગ્યાએ છાપો મારીને ગંજીપાના ઉપર પૈસાની લેવડદેવડનો જુગાર રમતા સાત ઈસમો ને ઝડપી પાડ્યા હતા.જ્યારે પોલીસ રેડ દરમ્યાન પત્તા પાનાંનો જુગાર રમતા ઈસમો માં નાસભાગ મચી જવા પામી હતી. પોલીસે સાત ઈસમો સાથે 1800 રૂ. અને પત્તા પાનાંનો મુદ્દામાલ જપ્ત કરી તમામ સામે કાર્યવાહી કરી છે.ઘોંઘબા તાલુકાના ખરખડી ગામે આવેલ કહાર ફળિયામાં

પાસે કેટલાક ઈસમો ભેગા મળી જુગાર રમી રહ્યા હોવાની જાણ રાજગઢ પોલીસ ને થતા પોલીસે સ્ટાફ સાથે છાપો મારતા જે તે સ્થળે કેટલાક ઈસમો ટોળું વળી બેઠેલા જણાતા પોલીસે ચારે તરફ ઘેરો કરી છાપો મારતા જુગાર રમી રહેલા સાત ઈસમોમાં કમલેશભાઈ બચુભાઈ બારીયા, ફતેસીંગભાઈ ઉદેસિંહભાઈ પરમાર,તેજસ કુમાર ભુરાભાઈ રાઠવા,રાહુલભાઇ તેરસિંગભાઈ રાઠવા,વિપુલભાઈ વીરસિંહ ભાઈ રાઠવા,નારિયભાઈ બલસિંગ ભાઈ રાઠવા,અતુલભાઈ સોમાભાઈ પરમાર નાઓ પોલીસના હાથે ઝડપાઇ જતા તમામ ને રાજગઢ પોલીસ મથકે લાવવામાં આવ્યા હતા.જ્યારે અન્ય બે ફરાર જેમા સુરેશ ચંદુભાઈ પરમાર અને ગોવિંદભાઈ જનાભાઈ રાઠવા નાઓ સામે જુગારધારા હેઠલ ગુનો નોંધ્યો હતો જ્યારે પોલીસે સ્થળ ઉપર અંગ જડતી અને દાવ ઉપર લગાવવમાં આવેલી રકમ 1800 રૂ. નો મુદ્દામાલ જપ્ત કરી તમામ સામે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement

અત્રે ઉલ્લેખનીય છે કે રાજગઢ પોલીસ સ્ટેશન નો ચાર્જ જ્યારથી PSI આર.એસ.રાઠોડે સંભાળ્યો ત્યારથી ઘોઘંબા નગરમાં ટ્રાફિક સમસ્યા,જુગાર,ગૌ હેરાફેરી,ગૌ હત્યા જેવા ગુનાહિત પ્રવુર્તિ નોંધપાત્ર ઘટાડો થયો છે

Advertisement

Trending

Exit mobile version