Uncategorized
પાવીજેતપુર તાલુકા પ્રમુખની સેન્સ પ્રક્રિયામા પાયાના કાર્યકર અને અનુભવી રાકેશ રાઠવા પ્રમુખ બનવા પ્રબળ દાવેદાર
(પ્રતિનિધિ કાજર બારીયા,છોટા ઉદેપુર)
છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકામાં ભારતીય જનતા પાર્ટીના તાલુકા પ્રમુખની નિમણૂક કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ રહી છે જેમાં યુવાનોની પ્રથમ પસંદગી છે ત્યારે પાવીજેતપુર તાલુકાના રાકેશભાઈ ચીમનભાઈ રાઠવા પ્રમુખ બનવાના પ્રબળ દાવેદાર છે તેઓ તન મન અને ધન સાથે ભાજપ સાથે જોડાયેલા છે ભાજપ માટે તેમણે કરેલા કાર્યો નોંધનીય છે તેઓ અગાઉ પણ ભાજપમાં વિવિધ હોદ્દા ઉપર રહી હોદ્દા ને અનુસાર કાર્ય કરી પક્ષને મજબૂત બનાવી ભાજપ કાર્યકરો અને હોદ્દેદારોમાં પોતાની આગવી ઓળખ ઊભી કરી છે જ્યારે છોટાઉદેપુર જિલ્લો કોંગ્રેસનો ગઢ હતો. ભાજપમાં જોડાવા માટે લોકો વિચાર કરતા હતા તે સમયે રાકેશભાઈ ભાજપ માટે ગામડાઓ ખુદી ભાજપ સાથે જોડાવા માટે સૌને અપીલ કરી લોકોને જાગૃત કરી રહ્યા હતા.
રાકેશભાઈ રાઠવા યુવાન અને અનુભવી છે તેઓ બે વખત કુંડલ ગ્રામ પંચાયતના 2012 થી 2021 સુધી સરપંચ રહી ચૂક્યા છે। તાલુકા પંચાયતના સહયોગી, યુવા મોરચાના પ્રમુખ, મોટીબેજ જિલ્લા પંચાયતના ઇન્ચાર્જ, સંગઠન પર્વના સંયોજક તથા મધ્ય પ્રદેશના ઝાબવા માં ચૂંટણી પ્રચારક પણ રહી ચૂક્યા છે। તેઓ બહોળો અનુભવ ધરાવે છે કાર્યકરો સાથે સુમેળ ભર્યા સંબંધો અને દરેક ગામોના સરપંચ તથા કાર્યકરો સાથે તેઓ સીધો સંબંધ ધરાવે છે પાવીજેતપુરના કુંડલ વિસ્તારમાં જ્યારે કોઈ સભા કે મીટીંગ હોય તો રાકેશભાઈ મોટી સંખ્યામાં કાર્યકરોને હાજર રાખી તેમના માટે ભોજનની પણ વ્યવસ્થા કરવામાં સક્ષમ છે ભાજપને જે પ્રમાણે પ્રમુખ તરીકે ભાજપ ના વફાદાર કાર્યકરો સાથે સીધા સંબંધો ધરાવતા પ્રમુખની શોધ છે ત્યારે ભાજપ માટે રાકેશ રાઠવા પ્રમુખ તરીકે પ્રબળ દાવેદાર છે તેઓ પ્રમુખ બને તો પાવીજેતપુર તાલુકામાં ભારતીય જનતા પક્ષ હાલમાં છે તેના કરતાં પણ વધુ મજબૂત બનશે