Gujarat
સદભાવના મિશન ક્લાસ મારવાડીવાસ બહારપૂરા ગોધરા દ્વારા રક્ષાબંધનની ઉજવણી એખલાસનું ઉદાહરણ
સમગ્ર ભારત દેશમાં અનેક ધર્મના લોકો રહે છે અને દરેક ધર્મની ઉજવણી જે તે સમયે હર્ષ અને ઉલ્લાસથી એકમેકથી ઉજવવામાં આવે છે.
સદભાવના મિશન ક્લાસ મારવાડીવાસ બહારપૂરા ગોધરામા મફત શિક્ષણ કોચિંગ ક્લાસ અભ્યાસ કરતા અનાથ, મધ્યવર્ગના 160 થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે કોઈ ભેદભાવ કે નાતજાતના ભેદભાવ વગર અહીં મુસ્લિમ સમાજનો નામાંકિત શિક્ષક ઈમરાનભાઈ પાસે અચુક આવી જાય છે.
આજ રોજ હિન્દુ ધર્મના પવિત્ર પાવન પર્વ રક્ષાબંધન પર્વની ઉજવણી સદભાવના મિશન ક્લાસ મારવાડીવાસ બહારપૂરા ગોધરામા અભ્યાસ કરતા તમામ અનાથ મધ્યવર્ગના વિદ્યાર્થીઓને એકતા, અખંડિતતા ભાઈચારાનો સંદેશ સાથે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી અને તમામ બાળકોમાં ખુશીઓ જોવા મળી હતી.
સદભાવના મિશન ક્લાસ બહારપૂરા ગોધરાના સંચાલક ડો સુજાત વલી, શિક્ષક ઈમરાનભાઈ અને તમામ સમાજના અગ્રણીઓ, આગેવાનો અને વાલીઓએ આ સુંદર પહેલ કરતાં તમામએ રક્ષાબંધનની ઉજવણી પર શુભેચ્છાઓ પાઠવી હતી