Surat
સુરતના ભેસ્તાન વિસ્તારના કોર્પોરેટરે રક્ષાબંધનની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી

સુનિલ ગાંજાવાલા
સુરતના ભેસ્તાન વિસ્તારને કોર્પોરેટર શ્રીમતી વૈશાલીબેન પાટીલે રક્ષાબંધનની અનોખી રીતે ઉજવણી કરી હતી. કોર્પોરેટર શ્રીમતી વૈશાલીબેન પાટીલ અને તેઓની ટીમ દ્વારા સુરત મહાનગર પાલિકા અને જ્યોતિ સામાજિક સેવા સંસ્થા સંચાલિત ઘર વિહોણા લોકો માટે આશ્રયસ્થાન માં જઈ બાળકો, માતાઓ અને વડીલોને રાખડી બાંધી અને નાસ્તો તથા મોઢું મીઠું કરાવીને રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી આ રક્ષાબંધનની ઉજવણી કરવામાં તેમની ટીમ અને કોર્પોરેટર શ્રીમતી વૈશાલીબેન પાટીલે મહત્વનો યોગદાન આપી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.