Connect with us

Panchmahal

G20 સમિટ બહોળો પ્રચાર કરવા કાલોલ ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ ની રેલી

Published

on

Rally of Kalol MLA Fatesinh Chauhan to promote G20 summit

(અવધ એક્સપ્રેસ)

સરકારના G20 સમિટ 2023 ના વસુદેવ કુટુંબની ભાવના સાર્થક કરવા માટે તથા સમાજમાં બહોળો પ્રચાર પ્રસાર થાય તે હેતુને ધ્યાનમાં રાખીને કાલોલ ના ધારાસભ્ય ફતેસિંહ ની આગેવાની હેઠળ હાથમાં પ્લે કાર્ડ અને બેનરો સાથે તિરંગા સર્કલથી કાલોલ નગરપાલિકા સુધી ની રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

Advertisement

Rally of Kalol MLA Fatesinh Chauhan to promote G20 summit

જેમાં ગામના અગ્રણીઓ નાગરિકો અને ભારતીય જનતા પક્ષના કાર્યકરોએ હોશે હોશે ભાગ લઈ રેલીને સફળ બનાવી હતી સરકારના આદેશનું ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ દ્વારા અક્ષર સહ પાલન કરી બહોળા પ્રચાર પ્રસાર માટે ના પ્રયાસો ને સફળ બનાવ્યા હતા તથા ધારાસભ્ય દ્વારા રેલીમાં ભાગ લેનાર તમામનું આભાર માની સરકારની આજ્ઞાનું પાલન કરી G20 સમિટ 2023 ને સંપૂર્ણ સફળતા મળે તે માટે પ્રયાસો હાથ ધર્યા હતા ફતેસિંહ ધારાસભ્ય તરીકે ફરીથી ચૂંટાયા ત્યારબાદ કાલોલ પંથકમાં સતત સક્રિય રહ્યા છે અને આવનાર દિવસોમાં સક્રિય રહસ્યની ખાતરી ઉપસ્થિત નગરજનોને આપી હતી તથા અડધી રાત્રે પણ કોઈપણ કામ માટે મારી મદદની જરૂર પડે તો અડધી રાત્રે મને ફોન કરજો હું સતત 24 કલાક તમારી સેવામાં ઉપસ્થિત રહીશ એની હું જાહેરમાં ખાતરી આપું છું

Advertisement
error: Content is protected !!