Connect with us

Gujarat

ગુજરાતના રાજકોટ સુધી વંદે ભારત ટ્રેનની સુવિધા આપવા ઉઠી માગ, રામ મોકરિયાનો પત્ર, રેલવે મંત્રીને કરી અપીલ

Published

on

Ram Mokaria's letter appeals to Railway Minister to facilitate Vande Bharat train to Rajkot in Gujarat

રાજ્યસભાના ભાજપના સાંસદ રામભાઈ મોકરિયાએ રેલવે મંત્રીને સૌરાષ્ટ્રને વંદે ભારત એક્સપ્રેસ મળે તે અંગે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને રજૂઆત કરી. તેમણે જણાવ્યું કે અગાઉ પણ તેમણે આ અંગે રજૂઆત કરી હતી પરંતુ હવે તેમની સાથે રૂબરૂ મુલાકાત કરીને સૌરાષ્ટ્રને વધુમાં વધુ ટ્રેન મળે કે જેથી રોડ માર્ગે જવાનું ભારણ ઘટે તે અંગે રજૂઆત કરી છે. આ સાથે તેમણે સૌરાષ્ટ્રના ધાર્મિક સ્થળોને પણ રેલવે માર્ગથી જોડવામાં આવે તે અંગે રજૂઆત કરી છે.

મહત્વનું છે રાજ્યમાં અમદાવાદ-મુંબઈ વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન દોડતી કરવામાં આવી છે તે રીતે સૌરાષ્ટ્રવાસીઓને પણ લાભ મળે તેવી ઈચ્છા સાંસદ રામભાઈ મોકરિયા કરી હતી. દેશમાં ઠેર-ઠેર વંદે ભારત એક્સપ્રેસ દોડાવવાની શરુઆત કરવામાં આવી છે કે જેથી મુસાફરો એક સ્થળથી બીજા સ્થળની ઝડપી મુસાફરી કરી શકે છે.

Advertisement

Ram Mokaria's letter appeals to Railway Minister to facilitate Vande Bharat train to Rajkot in Gujarat

રાજ્યમાં રેલવે કનેક્ટિવિટીને વધુ સારી બનાવવા માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. આવામાં હવે સૌરાષ્ટ્ર સુધી વંદે ભારત એક્સપ્રેસ પહોંચે તેવી ઈચ્છા ભાજપના જ સાંસદ રામભાઈ કોકરિયા દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે, “અમદાવાદ રાજકોટ વચ્ચે જે ડબલ ટ્રેકનું કામ ચાલું હતું તે પૂર્ણ થઈ ગયું છે. એટલે હવે આપણે સૌરાષ્ટ્રને વધુમાં વધુ ટ્રેનની સુવિધાઓ મળે અને રોડ પરનું ભારણ ઘટે તે માટે હું રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને રૂબરુ મળીને રજૂઆત કરી છે.”

પોતે અગાઉ પણ સૌરાષ્ટ્રની રેલવે કનેક્ટિવિટી અંગે વાત કરી હતી અને ફરી એકવાર રેલવે મંત્રીને મળીને આ મુદ્દે રજૂઆત કરી છે. સાંસદ રામભાઈએ જણાવ્યું કે, “રાજકોટને વંદે ભારત ટ્રેન મળે, જે અમદાવાદથી રાજકોટ, દ્વારકા, સોમનાથ અને પોરબંદર આ ત્રણે ધાર્મિક સ્થળ છે અને તેનો લાભ પ્રજાને મળે તેવી રજૂઆત કરી છે. અમદાવાદ-રાજકોટ વચ્ચે ડબલ ટ્રેક પૂર્ણ થઈ જવાથી જે મુશ્કેલી હતી તે દૂર થઈ છે તો હાઈ સ્પીડ ટ્રેનની સુવિધા મળવી જોઈએ.”

Advertisement

Ram Mokaria's letter appeals to Railway Minister to facilitate Vande Bharat train to Rajkot in Gujarat

વધુમાં તેમણે કહ્યું હતું કે રાજધાની જેવી ટ્રેનને રાજકોટ સુધી લંબાવવી જોઈએ. આ સિવાય તેમણે શતાબ્દી ટ્રેનને પણ રાજકોટ સુધી લંબાવવામાં આવે તે અંગે રજૂઆત કરી હતી

સાંસદ રામભાઈએ કહ્યું કે, “સૌરાષ્ટ્રના લોકોએ અમદાવાદ સુધી લાંબાના થવું પડે અને પ્લેનની જે સુવિધા છે તે પૂરતી નથી તો, ટ્રેનનો રાજકોટ અને સૌરાષ્ટ્રના લોકોને લાભ મળવો જોઈએ.” સૌરાષ્ટ્રમાં દ્વારકા, સોમનાથ અને પોરબંદરને વંદે ભારત એક્સપ્રેસ સાથે જોડવામાં આવે તેવી રજૂઆત સાંસદે કરી હતી. તેમણે કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સપનું છે કે વધુમાં વધુ લોકોને વંદે ભારત એક્સપ્રેસનો લાભ મળે તો તેને અનુલક્ષને રાજકોટ સુધી વંદે ભારત દોડતી કરવા અંગે રજૂઆત માગ ઉઠાવી છે .

Advertisement
error: Content is protected !!