Chhota Udepur
પાવીજેતપુર ખાતે રામનવમીની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી : ધામ ધુમ પૂર્વક કરાઈ ઉજવણી

પ્રતિનિધિ, કાજર બારીયા
પાવીજેતપુર ખાતે ખૂબ જ ઉત્સાહ ઉમંગ સાથે રામનવમી ની ઉજવણી કરવામાં આવી હતી. તેમજ સૌપ્રથમવાર રામનવમી નિમિત્તે સમગ્ર નગરમાં ડીજેના તાલ સાથે શોભાયાત્રા કાઢવામાં આવી હતી.
પાવીજેતપુર નગર રામ નવમી ની ઉજવણી ના ભાગરૂપે છેલ્લા કેટલાક દિવસોથી સમગ્ર નગરમાં નાની, મોટી ભાગવા રંગની ધજાઓ લગાવી સુશોભિત કરી દેવામાં આવ્યું હતું.
પાવીજેતપુર નગરના નાની બજારમાં આવેલ રામજી મંદિર ખાતે રામ નવમી ભવ્ય ઉજવણીના ભાગરૂપે સવારથી જ પૂજા અર્ચના ચાલી રહી હતી. આ વર્ષે ગ્રામજનો દ્વારા રામનવમીની ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. દિવસે ભજન કીર્તન અને સાંજે ચાર વાગ્યે ગામ સૌપ્રથમવાર શોભાયાત્રા કાઢવામાં આવી હતી જેમાં ગ્રામજનોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. અને સાંજે ભંડારાનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.આમ, પાવીજેતપુર નગરમાં સૌપ્રથમવાર રામનવમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા સાથે ખૂબ જ ઉત્સાહ, ઉમંગ સાથે રામનવમી ઉજવવામાં આવી હતી.