Connect with us

Panchmahal

હાલોલ માં રામનવમી ની તડામાર તૈયારી કેસરી રંગ ની ધ્વજા થી શણગાર

Published

on

Ramnavami preparations in Halol with saffron flag decoration

ચૈત્રી માસ એ બારે માસ માં સૌથી પવિત્ર માસ છે કારણ આ વર્ષે ચૈત્રી માસમાં ચૈત્રી નવરાત્રી સાથે સિંધી સમાજનું ચેટીચંદ નો તહેવાર, મહાવીર ભગવાનના પ્રાગટ્ય નો મહિમા તથા હિન્દુઓની આસ્થા સમાન મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્રજીનો પ્રાગટ્ય મહોત્સવ આ ઉપરાંત મુસ્લિમ સમાજ માટે નો પવિત્ર રમજાન માસ નો પ્રારંભ પણ ચૈત્રી માસમાં થયો છે મર્યાદા પુરુષોત્તમ શ્રીરામના પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી માટે હાલોલ ખાતે તડા માર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે આ મહોત્સવને શોભાવવા માટે રામભક્તો અને હિન્દુ સમાજ દ્વારા આખાય નગરને ભગવારંગની ધ્વજા ઓથી શણગારવામાં આવ્યો છે તો હાલોલ નગરના રાજમાર્ગો પર રંગબેરંગી સિરીઝોની લાઇટિંગ થી શણગારવામાં આવ્યા છે આ પવિત્ર દિવસે તાલુકાના નાગરિકો રામભક્તો રાજકીય આગેવાનો તથા સાધુ સંતોની ઉપસ્થિતિમાં ભવ્યાતી ભવ્ય શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું છે

Ramnavami preparations in Halol with saffron flag decoration

ગોધરા રોડ સ્થિત વીએમ સ્કૂલથી ઉપરોક્ત શોભાયાત્રા નું પ્રસ્થાન કરાવવામાં આવશે બગીમાં શ્રી રામચંદ્રજીનું પુરા કદનું ચિત્રજી સ્થાપન કરી પૂજા અર્ચના વિધિ અને આરતી બાદ જય શ્રી રામના ગગન ભેગી નારાઓ સાથે રામજી ની સવારી નો વાજા બેન્ડ ઢોલ નગારા ના તાલે નગરચર્યા કરાવવામાં આવશે રામજી ની સવારીનું વિવિધ સ્થળોએ ફૂલ અક્ષત અને ફૂલહારથી સ્વાગત કરવામાં આવશે આ ઉપરાંત હાલોલ નગરની બંને પુષ્ટિમાર્ગીય હવેલીઓમાં મર્યાદા પુરુષોત્તમ શ્રીરામના પ્રાગટ્ય મહોત્સવને લઈને ઉત્સવ ઉજવવામાં આવશે

Advertisement

Ramnavami preparations in Halol with saffron flag decoration

પુષ્ટિમાર્ગની હવેલીઓમાં મંગલાના દર્શન બાદ પંચામૃત સ્નાનના દર્શન કરાવવામાં આવશે તદ્ ઉપરાંત પ્રભુ શ્રીરામને રાજભોગ સરાવવામાં આવશે આ પવિત્ર દિવસે હાલોલ પાલિકા દ્વારા કામના રોડ રસ્તાઓને વધુ સારી રીતે સફાઈ કરી સ્વચ્છ કરવામાં આવશે તથા રામનવમીના આ ઉત્સવને સફળ બનાવવા માટે પાલિકાના દરેક વોર્ડના સભ્યોને જવાબદારી સોંપવામાં આવી છે પછી તે સત્તા પક્ષનો હોય કે વિરોધ પક્ષનો હોય રામ બધાના છે અને બધાના રહેવાના છે આ પ્રસંગે હાલોલ ના ધારાસભ્ય જયદ્રસિંહ પરમાર તથા કંજરી રામજી મંદિરના સ્વામી આ ઉપરાંત સ્વામિનારાયણ મંદિરના સ્વામીઓ પણ ખાસ ઉપસ્થિત રહેશે

Advertisement
error: Content is protected !!