Connect with us

Gujarat

ગૌવંશની હેરાફેરી કરતા ઇસમો સામે”રણે ચઢ્યા રાઠોડ” કતલખાને લઈ જવાતા પાંચ ગૌવંશ બચાવ્યા

Published

on

ઘોઘંબા તાલુકા ની જનતા મધ્ય રાત્રીએ મીઠી નીંદર માણી રહી હતી ત્યારે રાજગઢ પોલીસ સ્ટેશનના પીએસઆઇ આર.એસ.રાઠોડ તથા પોલીસ કર્મચારીઓની ટીમ કતલખાને લઈ જવાતા ગૌવંશને બચાવવા માટે ગૌવંશ ની હેરાફેરી કરતાં ઈસમ સામે જીવ જોખમમાં મૂકી ગૌવંશને બચાવી રહ્યા હતા

ઘોઘંબા તાલુકામાં ગૌવંશની ગેરકાયદેસર હેરાફેરી કરતા ઇસમો સામે રાજગઢ PSI આર.એસ.રાઠોડ ફાગવેલના રાઠોડી કુંવરની જેમ ગૌહત્યા તેમજ ગૌવંશની ગેરકાયદેસર હેરાફેરી કરતા ઇસમો સામે કાળ બનીને ત્રાટકતા આ વિસ્તારમાં ગૌહત્યા સંપૂર્ણ બંધ થઈ ગઈ છે તેમજ કેટલાક બહારના ઈસમો ચોરીછુપી થી ગૌવંશની હેરાફેરી કરતા હતા તેમને પણ વીણી વીણીને જેલ ભેગા કરી રહ્યા છે

Advertisement

પંચમહાલ જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓએ પંચમહાલમાં ગૌવંશની કતલ તથા ગેરકાયદેસર હેરાફેરી નાબૂદ કરવા રાજગઢ પીએસઆઇ R.S.રાઠોડને સુચના આપી હતી તેના અનુસંધાને રાજગઢ પોલીસ ની ટીમ સક્રીય બની હતી. ગત રાત્રે ગૌવંશની હેરાફેરી કરતા ઈસમને ખરોડ ચોકડી ઉપરથી ઝડપી પાડી પાંચ ગૌવંશને બચાવી પાંજરાપોળ મોકલી આપી પોતાની ફરજ સાથે પુણ્યનું કામ કરતા ઘોઘંબામાં પીએસઆઇ તેમજ તેમની ટીમ દ્વારા કરવામાં આવેલ કામગીરીની પ્રશંસા થઈ રહી છે

ઘોઘંબા તાલુકાના ઝોઝ ગામેથી પાંચ ગોવંશ ભરી એક બોલેરો પીકપ વાયા ખરોડ ચોકડીથી પસાર થનાર છે તેવી બાતમી મોડી રાત્રે પીએસઆઇ આર.એસ.રાઠોડને પેટ્રોલિંગ દરમિયાન મળી હતી ગૌમાતા ની વાત આવતા જેમ ભાથીજી મહારાજ વરમાળા તોડી ગૌમાતાને બચાવવા દોડ્યા હતા તેમજ બાતમી મળતા રાજગઢ પીએસઆઇ આર.એસ.રાઠોડ પેટ્રોલિંગ દરમિયાન ચુનંદા યુવાન પોલીસ કર્મચારીઓ ચંપકસિંહ ઈશ્વરસિંહ, અનિલ કુમાર દલપતસિંહ, દેવરાજસિંહ નરવતસિંહ તથા રાજેન્દ્રસિંહ ગુલાબભાઈ ની ટીમ ખરોડ ચોકડી પહોંચી તાત્કાલિક નાકાબંધી કરી દીધી હતી તે દરમિયાન એક બોલેરો પીકપ જેનો નંબર GJ17 UU 3540 આવતા તેને ઉભી રખાવવાનો પ્રયાસ કર્યો પરંતુ પોલીસને જોતા ચાલક પોલીસ ઉપર ગાડી મારી ભાગી છુટ્યો હતો. પરંતુ કોઈ પણ ભોગે ગૌવંશને બચાવવાના પ્રણ લઈને આવેલી પોલીસની ટીમે ગાડીનો પીછો કરી ગાડી સાથે ચાલકને ઝડપી પાડ્યો હતો ત્યારબાદ ગાડીમાં તપાસ કરતા ગાડીમાં પાંચ જેટલા બળદ ટૂંકા દોરડાથી બાંધેલા અને કોઈપણ જાતના ઘાસચારા કે પાણી વગર બાંધેલા હોય પોલીસ કર્મચારીઓએ સૌપ્રથમ ગૌવંશ માટે પાણી અને ઘાસચારાની વ્યવસ્થા કરી ત્યારબાદ તેમને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા. રાજગઢ પોલીસે ગૌવંશ ની હેરાફેરી કરનાર પાસેથી પાંચ ગૌવંશ 75,000 એક બોલેરો પીકપ 100,000 તથા એક મોબાઈલ 10,000 મળી કુલ રૂપિયા 1,85000 નો મુદ્દામાલ કબજે લઈ ગેરકાયદેસર ગૌવંશની હેરાફેરી કરનાર વાલ્મિકી સમાજના બે ઈસમો અનિલકુમાર કનુભાઈ રહે ગમાણી તથા અન્ય એક સચિન પર્વતભાઈ રહે ઝોઝ સામે કાયદેસરની કાર્યવાહી કરી અનિલ કનુભાઈને જેલ ભેગો કર્યો હતો ત્યારે અન્ય એક આરોપી સચિન પર્વતભાઈ ને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે

Advertisement

અત્રે ઉલ્લેખનીય છે કે ઘોઘંબા તાલુકાના રાજગઢ પોલીસ સ્ટેશનમાં જ્યારથી પીએસઆઇ તરીકે આર.એસ રાઠોડે ચાર્જ સંભાળ્યો છે ત્યારથી ગૌહત્યા સંપૂર્ણ નાબૂદ થઈ છે તેમજ ગૌવંશની હેરાફેરીના કિસ્સા પણ જવલ્લે જ બનતા જોવા મળ્યા છે. પીએસઆઇ આર.એસ રાઠોડે ઘોઘંબાના ઇતિહાસમાં પ્રથમ વખત અગાઉ ગૌમાસનો જથ્થો ઝડપી પાડ્યો હતો॰ ગૌમાતા ની હત્યા અને ગૌવંશની હેરાફેરી અટકાવવા રાજગઢ PSI તથા તેમની ટીમે કરેલા કામો પ્રસંશાને પાત્ર છે.

Advertisement
Continue Reading
Advertisement
error: Content is protected !!